SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ નાની વાત ઘણી મોટી હતી. સુરિજી આત્મચિંતનમાં પડી ગયા અને એમાંથી અનુભૂતિ જાગી કે આ નાનકડી ચીજની વિસ્મૃતિ જીવનલીલાના અંતનો સંકેત આપે છે. આ મહાન આચાર્યને મૃત્યુનો સંકેત મળ્યો, પણ એમના ચહેરા પર સહેજે શોક કે સંતાપ નથી, બધે જીવતરને આત્મસાધનાના આનંદમાં પસાર કરનાર સૂરિજી મૃત્યુને મહોત્સવ બનાવવાની તૈયારી કરવા લાગ્યા. પૂર્ણ જાગૃતિ સાથે અંતિમ અનશન લઈ સમાધિપૂર્વક આર્ય વજના જાગ્રત આત્માએ આ લોકની વિદાય લીધી. સાચે જ, મૃત્યુનો સંકેત માનવીની ખરી કસોટી બને છે. જીવનભર તૃષ્ણાઓની પાછળ દોડતા માનવોને મૃત્યુનો અણસાર થકવી નાખે છે. આખી જિંદગી સંપત્તિની પાછળ દોટ મૂકનારને મૃત્યુનું સાંનિધ્ય હેરાન-પરેશાન કરીને અકળાવી મૂકે છે. સત્તાના કેફમાં જીવનારને મૃત્યુનો અણસાર જીવનની વ્યર્થતાનો ખ્યાલ આપે છે. અહંકારના આલમમાં રહેનારને મૃત્યુની ઝાંખી ધ્રુજવી નાંખે છે. હકીકત એ છે કે જીવન કરતાં મૃત્યુને વધુ સમજવું જોઈએ. જીવનના મર્મની સાથે મૃત્યુના રહસ્યને ભેળવવું જોઈએ. જીવનના પ્રત્યેક શ્વાસે શ્વાસે મૃત્યુને જીવવું જોઈએ. મહામાત્ય વાહડની દષ્ટિ ચૌદમો જીર્ણોદ્ધાર. મહામંત્રી ઉદયન. તેનો પુત્ર મહામાત્ય વાહડ. વિ. સં. ૧૨૦૦માં શત્રુંજયના કાષ્ઠના મંદિરને પાષાણમાં પરિવર્તિત કરવું શરૂ કર્યું. અગિયાર વરસે મંદિર તૈયાર થયું. મંદિર તૈયાર થયાની ખબર લઈને આવનાર દૂતને સોળ સોનાની જીભનું ઇનામ આપ્યું. દેરાસરની વિશાળ ભમતી. દૂરદૂરનો પહાડી પવન ફૂંકાતો હતો. એ પવને થોડા વખતમાં મંદિરને નબળું બનાવી દીધું. વરસાદ અને વાવંટોળમાં ભમતીમાં પવન ભરાયો અને મંદિરની દીવાલો ધસી પડી. આ સમાચાર લઈને દૂત આવ્યો ત્યારે શ્રી વાહડે તેને સોનાની બત્રીસ જીભનું ઇનામ આપ્યું. ઇનામ આપતાં ખુલાસો કર્યો કે મારી હયાતીમાં પડવાના સમાચાર લાવ્યો એ પણ એક સારી વાત છે. અત્યારે મંદિર ફરી બંધાશે. પણ મારી હયાતી બાદ કોણ જાણે ક્યારે બંધાત ? મહામાત્ય વાહડે વિ. સં. ૧૨૧૩માં 1 શ્રી મહાવીર વાણી in આયુષ્યમાન ! યતનાપૂર્વક ચાલનાર, યતનાપૂર્વક ઊભો થનાર, યતનાપૂર્વક સુના૨, યતનાપૂર્વક બોલનાર, પાપ-કર્મનું બંધન કરતો નથી. શ્રી દશવૈકાલિક સુત્ર, ૪, ૮ ભાવમંજૂષા બે ઉ૪ ઉપ છ ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy