SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કરી. ઝાડના થડની જેમ અવિચલિત રહીને અનેક કષ્ટો સહન કર્યા. એમના શરીર પર પંખીઓએ માળા બાંધ્યા. આટલી બધી ઘોર તપશ્ચર્યા છતાં એમના હૃદયમાં રહેલા મોટાઈના અહંકારે બાહુબલિને આત્મજ્ઞાનથી દૂર રાખ્યા. નાનકડો અહંકાર સાધનાના શિખરે પહોંચવાની સિદ્ધિની વચમાં મોટી શિલાની માફક માર્ગમાં આડો ઊભો હતો. આ સમયે ભગવાન ઋષભદેવે સાધ્વી બનેલી પોતાની બંને પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીને બાહુબલિને મળવા માટે મોકલી. આ બહેનોએ જઈને પોતાના ભાઈને કહ્યું, વીરા મોરા, ગજ થકી ઊતરો.” આ શબ્દો સાંભળતાં બાહુબલિ વિચારમાં પડ્યા. આ ઘનઘોર જંગલમાં ગજ ક્યાંથી હોય ? કદાચ ક્યાંક ગજ (હાથી) હશે તો પણ પોતે ક્યાં એના પર બેઠા ૨૫ અહંકારના હાથી પર બાહુબલિએ સાધનાનો માર્ગ સ્વીકાર્યો અને એક સમયના પ્રચંડ શક્તિશાળી વીર આજે યોગી બની ગયા. બાહુબલિના પિતા રાજા ઋષભદેવ યોગી ઋષભદેવ બન્યા હતા. બાહુબલિના સો ભાઈઓમાંથી ૯૮ ભાઈઓ ત્યાગી બન્યા હતા. બાકીના બે તે ભરત ચક્રવર્તી અને રાજા બાહુબલિ. જે શક્તિથી વીર હોય તે જ ત્યાગમાં મહાવીર બની શકે. તક્ષશિલાના રાજવી બાહુબલિએ સાધુતા તો સ્વીકારી, પરંતુ એમની સામે એક મોટી મુશ્કેલી ઊભી થઈ. એમના મનમાં તો હતું કે પિતા શ્રી ઋષભદેવ પાસે જાઉં અને સાધુતાનો સ્વીકાર કરું. પરંતુ ભીતરમાં રહેલો અહમ્ આડે આવતો હતો. જો એ પિતાજી પાસે જઈને દીક્ષાનો સ્વીકાર કરે તો એમની અગાઉ સાધુતા ધારણ કરનાર એમના અઠ્ઠાણુ નાના ભાઈઓને વંદના કરવી પડે. સાધુતામાં વય ન જોવાય. ઉંમરમાં નાના-મોટાનો ભેદ ન કરાય. જેણે પહેલાં સાધુતા ગ્રહણ કરી તે મોટા અને છે એ જ પછી સાધુતા ગ્રહણ કરનારને માટે વંદનને યોગ્ય. આ સમસ્યાને કારણે જ બાહુ બલિએ એકલા આત્મસાધના કરવાનું નક્કી કર્યું. અત્યંત ઉગ્ર તપશ્ચર્યા બહેનોની વાતનો મર્મ સમજવા બાહુબલિ ગડમથલ કરવા લાગ્યા. એકાએક એનું રહસ્ય હાથ લાગ્યું અને બાહુબલિને સમજાયું કે આ ગજ એટલે અહંકારનો હાથી, પોતે અહંકારના હાથી પર બેઠા છે એને કારણે જ આત્મજ્ઞાન સાંપડતું નથી. નાના ભાઈઓને વંદન કરવાની નમ્રતાને બદલે મોટા હોવાની અકડાઈ મનને ઘેરી વળી છે. બાહુબલિને બ્રાહ્મી અને સુંદરીની વાતનો મર્મ સમજાયો. એ અહંકારના ગજ પરથી હેઠા ઊતરીને નાના ભાઈઓના ચરણમાં વંદન કરવા ચાલ્યા. ત્યારે આપોઆપ આત્મજ્ઞાનનાં અજવાળાં પથરાઈ ગયાં. વ્યક્તિનો નાનો શો અહંકાર એના જીવનમાં કેવો અવરોધરૂપ બની જાય છે. રાતદિવસ એ અહંકાર જ એને ઘેરી વળે છે અને સમય જતાં એ અહંકાર જ એનું સ્વરૂપ બની જાય છે. માનવીનું મૂળ સ્વરૂપ ખોવાઈ જાય છે અને એ જિંદગીમાં માર્ગ ભૂલેલા પથિક જેવો બની જાય છે. 1 શ્રી મહાવીર વાણી ll જ્યારે સાધક ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ ધર્મનો સ્પર્શ કરે છે ત્યારે આત્મા પરથી અજ્ઞાનરૂપી કાલિમાજન્ય કર્મરજને દૂર કરી નાખે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર ભાવમંજૂષા બે પ૪ પપ છ ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy