SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ધર્મનું સારું પરિણામ કહ્યું કે, “શ્રી હેમચંદ્રાચાર્યજીની બરોબરી કરે તેવો વિદ્વાન આ જમાનામાં કોઈ નથી. તેઓ યુગ વિધાયક છે, જ્ઞાનના મહાસાગર છે. તેથી આપ સર્વની સમક્ષ ગુરુદેવને ‘કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ અપાયેલું હું જાહેર કરું છું.” સભામાં બિરાજમાન બ્રાહ્મણ પંડિતે ઊભા થઈને આ વાતને અનુમોદન આપતાં કહ્યું કે સાચે જ શ્રી હેમચંદ્રાચાર્યના જેટલી વિદ્વત્તા, તેમના જેટલું તપોબળ અને તીક્ષ્ણ બુદ્ધિ ધરાવનાર અમે આજ સુધી કોઈને જોયા નથી. તેઓને ‘કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ આપ્યું તે પણ સર્વ રીતે યોગ્ય છે. આ સમયે શ્રી હેમચંદ્રાચાર્યના સુંદર મુખ ઉપર તેજનો પ્રકાશ લહેરાવા માંડ્યો. એમણે ધીર-ગંભીર અવાજે કહ્યું, રાજન, આ બિરુદ એ તો મારે માટે મોટી જવાબદારી બનશે. આ કલિકાલમાં જગતકલ્યાણનો મહામાર્ગ જેવો પ્રભુ મહાવીરનો પથ સહુને દર્શાવવાનો રહેશે. મારી તો ભાવના એ છે કે પ્રત્યેક આ માર્ગ ગ્રહણ કરે અને આત્મકલ્યાણ સાધે.” પ્રત્યેક બિરુદ સાથે એક જવાબદારી જોડાયેલી હોય છે. વ્યક્તિને મળતું માન એ એના જીવનમાં એને શું મેળવવાનું છે એની દીવાદાંડી છે. આથી પ્રત્યેક માન કે સન્માન વ્યક્તિને માટે નવો પડકાર લઈને આવે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ અજોડ વિદ્વત્તા બતાવી અનેક ગ્રંથો લખ્યા અને પોતાને મળેલું આ માન સાચું ઠેરવ્યું. AN હર શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરતા મુનિરાજ શ્રી ચારિત્રવિજયજીના મનમાં સતત એક વિચાર ચાલે છે કે જેમ હિંદુ ગ્રંથોના જ્ઞાનનું વિદ્યાપુરી કાશી તેમ જૈનોનું પાલિતાણા કેમ ન હોય ! મુનિરાજની નજર સમક્ષ કાશીનાં ઠેર ઠેર પથરાયેલાં સદાવ્રતો, નાનાં નાનાં વિદ્યાર્થીળો, એક ધોતી અને એક અંગુછાભેર ગંગાના તીરે બેસીને અભ્યાસમાં તલ્લીન બનેલા વિદ્યાર્થીઓનું દૃશ્ય નજરે તરવરે છે. ફરી એમના માનસપટ પર એક બીજું દશ્ય ઊપસી આવે છે. એક તરફ ગંગાનો પવિત્ર પ્રવાહ કલકલ નાદે વહી રહ્યો છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના મંત્રોચ્ચારથી મધુર વાતાવરણ સર્જાય છે. કાશીના યાત્રાધામે આવતા હજારો યાત્રિકો અહીં આવે ને જાય. એમના ધનની મદદથી આ વિદ્યાલયો ચાલે અને એ વિદ્યાલયમાંથી દિગ્ગજ વિદ્વાનો બહાર આવે. મુનિરાજ શ્રી ચારિત્ર્યવિજયજી વિચારે છે કે કાશીમાં બને તે પાલિતાણામાં કેમ ન થાય ! યાત્રિકોનો અહીં પણ એટલો જ પ્રવાહ સતત વહેતો હોય છે. મંદિરમાં મૂકેલી બદામ એકઠી કરો તો એનો પણ નાનો શો ડુંગર ઊભો 1 શ્રી મહાવીર વાણી ll જે સાધકોને કામનાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે તેઓ વસ્તુતઃ મુક્ત પુરુષ છે. શ્રી આચારાંગ સુત્ર, ૧, ૨, ૨ ભાવમંજૂષા છે ૩૪ ૩પ ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy