SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ દોડ્યો, વર્ધમાનના ચરણારવિંદમાં પડીને બોલ્યો, “ઓહ, આપ સહુ કોઈને એમનું મનવાંછિત આપ્યું અને મારો શો અપરાધ ૧૨ સદા દોડતો લોભી યોગી વર્ધમાનના દેહ પર છે ઇંદ્રએ આપેલું એકમાત્ર દેવદૂષ્ય વસ્ત્ર, રાજ કુમાર વર્ધમાન સર્વસ્વનો ત્યાગ કરીને નીકળ્યા હતા. પોતાની પાસેનું સઘળું દાનની ગંગામાં વહાવી દીધું યોગી વર્ધમાને પોતાના ખભા પર રહેલા દેવદૂષ્ય વસ્ત્રના બે ભાગ કર્યા એક ટુકડો સોમશર્માને આપ્યો અને વસ્ત્રનો બીજો ટુકડો પોતાના ખભા પર નાંખ્યો. સોમશર્મા વૈશાલીના વસ્ત્રોના તૃણનાર શેખર પાસે પહોંચ્યો ત્યારે એ વસ્ત્ર તુણનારે કહ્યું કે આ તો દેવતાઈ વસ્ત્ર છે. એનાં મૂલ આંકી શકાય નહીં, પણ જો તું બાકીનું અધું વસ્ત્ર લઈ આવે તો તું ન્યાલ થઈ જઈશ. આનું કારણ એ છે કે પૃથ્વી પર આજ સુધી કોઈ ખૂણાનારે આવું વસ્ત્ર વધ્યું નથી અને કોઈ તૃણનારે તુક્યું નથી. સોમશર્માનો લોભ અને જંગલ તરફ લઈ જવા લાગ્યો અને ભગવાન મહાવીર પાસે એમના શરીર પર રહેલું બાકીનું દેવદૂષ્ય માંગવા ગયો. સોમશર્મા એ એક અર્થમાં લોભનું જીવંત ઉદાહરણ છે. માનવીનો લોભ એવો છે કે એને સતત અસંતોષથી દોડાવે રાખે છે. અતૃપ્તિથી એ કળાવે છે. આ લોભને કદી ક્યારેય કોઈ પૂર્ણવિરામ હોતું નથી, એ સદા અલ્પવિરામ પર જીવે છે. | સર્વસ્વ દાન આપીને સંન્યાસ લેનાર મહાવીરે સોમશર્માને દેવદૂષનો અર્થો ભાગ આપ્યો છતાં સંતોષ ન થયો. બાકીનો ભાગ લેવા જતી વખતે એની શરમ અને સૌજન્ય પર લોભે વિજય મેળવ્યો. એ સમયે આ જ ગામનો સોમશર્મા નામનો બ્રાહ્મણ બીજે ગામ ભિક્ષા માગવા ગયો હતો અને ખાલી હાથે પાછો ફર્યો. એણે જાણ્યું કે સિદ્ધાર્થના પુત્ર મહાવીર વર્ધમાને પોતાના નગરમાં સુવર્ણ અને રણની દાનગંગા વહેવડાવી, ત્યારે પોતે પોતાનું નગર છોડીને બીજાં ગામોમાં યાચના માટે ગયો હતો. એક વર્ષ સુધી વર્ધમાન મહાવીરની દાનગંગાએ અનેક વાચકોના જીવનમાં નવી આશા જગાડી હતી, ત્યારે મોડે મોડે આવેલો સોમશર્મા યાચના કરવા પહોંચ્યો પરંતુ એટલા સમય સુધીમાં તો મહાવીર વર્ધમાને ઘનઘોર અરણ્ય તરફ પ્રસ્થાન કર્યું હતું. સોમશર્માએ વિચાર્યું, પોતાના જ નગરમાં મુશળધાર મેઘ વરસ્યો અને એની જમીન સાવ કોરીકટ રહી. મહાવીર વર્ધમાનના શરીર પર એકમાત્ર વસ્ત્ર હતું, છે છતાં લોભ અને ગરજને અક્કલ હોતી નથી. સોમશર્મા 1 ઝી માગીર વાણી . જે પુરુષ દુર્જય-સંગ્રામમાં દશ લાખ યોદ્ધાઓ પર વિજય પ્રાપ્ત કરે છે. એની અપેક્ષાએ જે પોતે પોતાની જાતને જીતે છે, તે એનો પરમ વિજય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૦, ૪૮ ભાવમંજય મ ૨૪ ૨૫ % ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy