SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જે ભારતીય સંસ્કૃતિનો આત્મા " - ભારતીય સંસ્કૃતિનો આત્મા જીવનનું પ્રભાત વીરચંદ ગાંધીની આવી વૈશ્વિક પ્રતિભા જોઈએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ એમના પ્રારંભકાળના ઉછેર વિશે જાણવાની જિજ્ઞાસા જાગે. સૌરાષ્ટ્રની દક્ષિણે ગોહિલવાડના ભાવનગર શહેરથી આશરે 100 કિ.મી. દૂર આવેલા મહુવામાં વીશા શ્રીમાળી જ્ઞાતિમાં ઈ. સ. ૧૮૯૪ની ૨૫મી ઓગસ્ટે (વિ. સં. ૧૯૨૦ શ્રાવણ વદ ૯) એમનો જન્મ ગરીબ પણ કુલીન કુટુંબમાં થયો. એમના પિતા રાઘવજીભાઈ મહુવામાં સોનીનું કામ કરતા હતા, એથીય વિશેષ એક ઉત્તમ શ્રાવકને છાજે એવું જીવન જીવતા હતા. તેઓ હંમેશાં ઉકાળેલું પાણી પીતા અને સચિત્ત વસ્તુઓનો એમણે આજીવન ત્યાગ કર્યો હતો. એમની ઊંડી ધર્મદૃષ્ટિને કારણે જ મૃત્યુ સમયે પ્રચલિત રડવા-કૂટવાના રિવાજનો એમણે વિરોધ કર્યો હતો, એટલું જ નહીં પણ પોતે આ રૂઢિને તિલાંજલિ આપી હતી. વીરચંદ ગાંધીનો જન્મ થયો તે સમયગાળામાં મહુવામાં ઈ. સ. ૧૮૯૭માં દેશવિદેશમાં જૈન ધર્મના પ્રસારનું કાર્ય કરનારા, શાસ્ત્રવિશારદ, સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી ધર્મસૂરીશ્વરજી (કાશીવાળા)નો અને અનેક તીર્થોના ઉદ્ધારક તથા જિનાલયોના જીર્ણોદ્ધાર જેમનો જીવનમંત્ર હતો એવા શાસનસમ્રાટ વિજય નેમિસૂરીશ્વરજી મ.સા.નો ઈ. સ. ૧૮૭૨માં જન્મ થયો. આ રીતે જૈન ધર્મના ઇતિહાસમાં મહુવાની પાવન ભૂમિ સુવર્ણાક્ષરે અંકિત થઈ. મહુવામાં વીરચંદ ગાંધીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. વીરચંદ ગાંધી વ્યાખ્યાનશ્રવણ નિમિત્તે નિયમિત ઉપાશ્રયે જતા હતા. આઠ વર્ષની વયે ઉપાશ્રયની ભીંત પર દોરાયેલું મધુબિંદુનું ચિત્ર એમની સ્મૃતિમાં એવું જડાઈ ગયું કે અમેરિકામાં પ્રવચન આપતી વખતે એનો ઉલ્લેખ કરતા હતા અને એ ચિત્રનો મર્મ સમજાવતા હતા. એમનામાં જૈન ધર્મના કેવા દૃઢ સંસ્કારો હશે અને બાલ્યાવસ્થાથી જ મુનિમહારાજો પ્રત્યે કેવો ભાવ હશે એની ઝલક વીરચંદ ગાંધીએ જૈન મુનિ વિશે લખેલી કાવ્યપંક્તિઓમાં સરસ રીતે દૃષ્ટિગોચર થાય છે. તેઓ લખે છે આવ્યા મુનિ વન મહીં મહુવા તણા એ, વાણી ઉચ્ચારી બહુ શ્રાવકના હિતાર્થે; જાણે સુધાની સરિતા વહતી જ દીઠી, લાગે અતિ શરકરા સમ તેહ મીઠી ! सुखे विषयमेवाधामन्याप सर्षपायपि। तुन्वन टेहिनः पान्य मध विहार पंगवत।। લંડનમાં વીરચંદ ગાંધીએ પોતાના યજમાન એમ. ડી. કોન્વેને આપેલું ચિત્ર આ દર્શાવે છે કે વીરચંદ ગાંધીમાં બાળપણથી જ જૈન ધર્મના સંસ્કારોનો કેવો દૃઢ પાયો નંખાયેલો હતો અને તેઓ મુનિની શ્રાવકના હિતાર્થે વહેતી સુધાની સરિતા જેવી અતિ શરકરા સમાન મીઠી વાણીની વાત કરે છે. ધર્મના આ દઢ સંસ્કારોએ જ દેશને એક સાચો ધર્મપુરુષ આપ્યો. મહુવામાં આગળ અભ્યાસ કરવાની સગવડ નહોતી. મહુવાના એ વખતના ઇન્સ્પેક્ટર અને આચાર્યએ આ તેજસ્વી વિદ્યાર્થી અભ્યાસમાં પ્રગતિ સાધે તે માટે અભ્યાસાર્થે ભાવનગર જવાની સલાહ આપી. પોતાનો ધંધરોજગાર છોડીને આ કેળવણીપ્રેમી કુટુંબ સામાન્ય સ્થિતિ હોવા છતાં અસામાન્ય સાહસ કર્યું. વીરચંદ ગાંધીના પિતા રાઘવજીભાઈ પરિવર્તન પામતા સમયના પારખુ હતા. આધુનિક શિક્ષણની આવશ્યકતાનો તેઓને ખ્યાલ હતો. ભાવનગર શહેરમાં એ સમયે નિવાસ માટે છાત્રાલય ન હોવાને લીધે R
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy