SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીનાં સ્તવનોમાંથી એ સમયની ધાર્મિક સ્થિતિનો ખ્યાલ મળે છે. આ સમયે તપાગચ્છના “દેવસુર” અને “અણસુર ” એ બે મોટા પક્ષભેદ ચાલતા હતા. સાગર ગ૭નું પણ એ વખતમાં ખૂબ જોર હતું.૧૬ વળી શ્વેતાંબર મૂર્તિપૂજ કમાંથી જુદા પડીને શું કામત અને અન્ય મત નીકળ્યા હતા. એમની સાથે પણ વિરોધ ચાલતો હતો. વિ. સં. ૧૯૧૭માં ધર્મસાગરે તપાગચ્છ જ સાચો અને બીજા બધા ગચ્છ ખોટા એમ જણાવી ઉગ્ર પ્રહાર કરતા ગ્રંથો રચ્યા; જેને કારણે જૈન સમાજમાં જુદા જુદા ગચ્છ વચ્ચે અશાંતિ જાગી. ‘મિરાતે અહમદી'માં પણ જૈન સમાજ માં ૮૪ ગચ્છ અસ્તિત્વમાં હતા, એવી નોંધ મળે છે. અસવા ગચ્છ, જરાવલ ગચ્છ, કંકરા, બેરંટીઆ, ભરૂચા, આનપૂજા, અઢાવૈયા, કોડવીઆ, વેકોદીઆ, રહમ સાલીચા, મોડાસીઆ, વાસીઆ, કચ્છપાલીઆ, ઘોઘાવાલ, વડોદરીઆ, ખંભાતીઆ, બ્રહ્મના, ઝાલોરા, ભૂખડીઆ, ચિતોડા, બાપરવાલ, મોઢાહદીઆ, સાખોદ્રા, કુજ ડીઆ, કનીસા વગેરે જૈન સમાજના ગચ્છની નોંધ એમાં છે. આવા ગચ્છમાં રચ્યાપચ્યા રહેતા અને વાડાબંધીના યુદ્ધમાં પોતાની વીરતા દાખવનારાઓ ભણી આનંદઘન સ્પષ્ટ શબ્દોમાં પ્રહાર કરે છે. તેઓ કહે છે કે સંકુચિત વાડાબંધીમાં ખૂંપેલા એમના મુખમાં અનેકાંતવાદની વાત કેવી વરવી લાગે છે ! ગચ્છના પેટાભેદને જાળવી રાખીને પોતાનું માન, મહત્ત્વ અને ગૌરવ વધારવાની તરકીબો કરનારાઓ અને બીજાઓને હીણા બતાવનારાઓ સામે આનંદઘનજીનો પ્રકોપ ફાટી નીકળે છે. આવા કૂપમંડૂક માનવીને તત્ત્વની વાત કરવાનો કોઈ અધિકાર નથી, એમ તેઓ કહે છે. આમાં સમકાલીન પરિસ્થિતિની વિપરીતતા પર પ્રહાર કરવાની વૃત્તિ નથી, પરંતુ આ શબ્દોમાં તો યોગીના અંતરને ચીરી નાખે એવી દારુણ પરિસ્થિતિ સામે વેદનાભર્યો ચિત્કાર છે “ગછના ભેદ બહુ નયન નિહાલતાં તત્ત્વની વાત કરતાં ન લાજે. ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકાં મોહ નડીઆ કલિકાલ રાજે ." (૧૪ : ૩) આખું જગત ભૂલું પડ્યું છે. કોઈ તર્કથી પ્રભુના માર્ગે જવા ચાહે છે, તો કોઈ જડ ક્રિયાથી પ્રભુમાર્ગે જાય છે. ગુરુ પાસેથી સાચા જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, કારણ કે ગુરુ પોતે જ અજ્ઞાનમાં અટવાયેલા છે. આનંદઘનજીના સમકાલીન શ્રીમદ્ યશોવિજયજીએ “શ્રી સીમંધરસ્વામીની વિનતિરૂપ નવરહસ્ય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન” રચ્યું છે, એમાં પણ પોતાના સમયના ગુરુઓની દશા બતાવતાં તેઓ કહે છે મહાયોગી આનંદથન કુગુરુની વાસના પાસમાં, હરિણ પરિ જે પડ્યા લોક રે; તેહને શરણ તુજ વિણ નહીં, ટલવલે બાપડા ફોક ૨. સ્વામિ૦ ૨ જ્ઞાનદર્શનચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે, લૂટિયા તેણે જગિ દેખતાં, કિહાં કરે લોક પોકાર રે ? સ્વામિ૦ ૩ જેહ નવિ ભવ તર્યા નિરગુણી, તારશે કેણી પરિ તેહરે ? ઇમ અજાણ્યા પડે કંદમાં, પાપબંધ રહ્યા જેહ ૨. સ્વામિ૦ ૪૬ આગમશાસ્ત્રના પ્રમાણથી જો વસ્તુતત્ત્વનો વિચાર કરવામાં આવે તો ક્યાંય સાચી સાધના દેખાતી નથી. અરે ! ક્યાંય પગ મૂકી શકાય તેટલીય જગ્યા જડતી નથી. ઇષ્ટ વસ્તુને એના સાચા સ્વરૂપમાં કહેનારા તો જગતમાં કોઈક વિરલા જ મળે છે. બાકી બીજે બધે તો આંધળાની સાથે આંધળો અથડાતો હોય એવી અજ્ઞાન અને અંધકારની અથડામણ જ જોવા મળે છે “પુરુષપરંપરા અનુભવ જોઈ અંધઅંધ પિલાય, વસ્તુવિચારેં રે જો આગમ કરી રે ચરણ ધરણ નહીં ઠાય.” (૨ : ૩) “તરક વિચારે ૨ વાદપરંપરા પાર ન પુહચે રે કોઈ, અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે તે વિરલો જગિ કોય.” (૨ : ૪) શ્રી અભિનંદન જિન સ્તવનમાં કવિની એ જ અકળામણ પ્રગટ થાય છે. એને તો જીવન અને મરણની પીડા દૂર કરવી છે. સચ્ચિદાનંદના દુર્લભદર્શનની પ્રાપ્તિ કરવી છે. તર્કથી ત્યાં પહોંચી શકાતું નથી. આગમશાસ્ત્રો એનો માર્ગ બતાવે છે, પણ તે સમજવા માટે કોઈ ગુરુ નહીં હોવાથી મોટા વિવાદ થાય છે. આખરે “એકલો જાને રે ” એમ કરીને આ દોહ્યલા માર્ગે સંચરું છું, તો કોઈ સાથીય મળતો નથી. પ્રભુના દર્શનનો આ તલસાટ કઈ રીતે છીપાવવો ? બીજા મતવાળાને જઈને પૂછું તો એ તો પોતાના જ માર્ગનું પ્રતિપાદન કરે છે. સત્યને બદલે સઘળે મતનું મમત્વ જોવા મળે છે. “મતમત ભેદં રે જો જઈ પૂછીઇ સહૂ થાપે અહમેવ” (૪ : ૧) જીવન 15
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy