SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ અને અબ્દુલ્લાખાની આગેવાની હેઠળ કરેલી ચડાઈઓ નિષ્ફળ ગઈ. પરિણામે જહાંગીર પોતે અજમેર આવીને રહ્યો. શાહજાદા ખુર્રમને લડવા મોકલ્યો અને ચારે તરફથી મેવાડને ઘેરી લીધું. મેવાડના મહારાણા અમરસિંહને સુલેહ કરવી પડી. ચારસો વર્ષના મેવાડના સંઘર્ષનો અંત આવ્યો. આ સુલેહ પછી પણ મેવાડના મહારાણા મોગલોની કદમબોસી કરવાને બદલે સ્વતંત્ર રીતે વર્તતા હતા. આ પછી અમરસિંહ, કર્ણસિંહ, જગતસિંહ અને રાજસિંહ (પ્રથમ) મેવાડની ગાદીએ આવ્યા. વિ. સં. ૧૭૭પના શ્રાવણ સુદ ૩ના દિવસે ઔરંગઝેબ મોગલ રાજ્યનો સ્વામી બન્યો. ધર્મઝનૂનથી પ્રેરાઈને તેણે પરધર્મીઓનાં મંદિરો અને પાઠશાળાઓ તોડવાની આજ્ઞા આપી. આ માટે ઠેર ઠેર અધિકારીઓ નીમ્યા અને એમના કાર્યના નિરીક્ષણ માટે એક ઉચ્ચ અધિકારી નીમ્યો. આ સમયે પોતાના ધર્મની આરાધ્યા મૂર્તિઓને બચાવવા માટે બધા મેવાડમાં દોડી આવવા લાગ્યા અને મેવાડે એ સૌને આશ્રય આપ્યો.* ઉત્તરમાં મેવાડના મહારાણા રાજ સિંહ અને દક્ષિણમાં શિવાજી એ બંને ઔરંગઝેબના પ્રબળ હરીફો બન્યા. વિ. સં. ૧૭૨૭માં શિવાજીએ ઔરંગઝેબના તાબાના પ્રદેશ પર આક્રમણ શરૂ કરી દીધું. ગુજરાતની પરિસ્થિતિ આનંદઘનજીનો સમયની ગુજરાતની રાજ કીય પરિસ્થિતિ જોઈએ તો મોગલ શહેનશાહના સૂબાઓ ગુજરાતનો વહીવટ ચલાવતા હતા. વિ. સં. ૧૯૫૭ થી ૧૯૬૨ દરમ્યાન મીરઝા અઝીઝ કોકાએ આગ્રામાં રહીને ગુજરાતનો વહીવટ ચલાવ્યો. બાદશાહ જહાંગીરના રાજ્યઅમલ દરમ્યાન ગુજરાતમાં આઠ જેટલા મોગલ સૂબેદારો આવી ગયા. જહાંગીર એના સ્મરણગ્રંથ ‘તુઝુકે જહાંગીરી'માં નોંધ છે કે એને ગુજરાતની મુલાકાત લેવાની તીવ્ર ઇચ્છા હતી. પોતે કદી કર્યો ન હતો તે હાથીનો શિકાર કરવા માટે અને પોતે કદી જોયો ન હતો તે ખારો સમુદ્ર જોવા માટે જહાંગીર ગુજરાતમાં આવ્યો. ખંભાતમાં દસ દિવસ દરિયાઈ સફરની મોજ માણી અને પંચમહાલનાં જંગલોમાં હાથીનો શિકાર કર્યો. શાહજાદા શાહજહાંએ જહાંગીર સામે બંડ કર્યું અને આ આંતરવિગ્રહની અસર ગુજરાત પર પડી. શાહજહાંના અમલ દરમ્યાન આરંભનાં આઠ વર્ષોમાં ગુજરાતમાં પાંચ સુબેદાર બદલાયા. ઈ. સ. ૧૭૦૧માં ગુજરાતની તવારીખમાં નોંધપાત્ર બનાવ બન્યો. બાદશાહ શાહજહાંએ ૨૭ વર્ષના ઔરંગઝેબને ગુજરાતના સુબેદાર તરીકે મોકલ્યો. ઔરંગઝેબની પરધર્મ પ્રત્યેની અસહિષ્ણુતા આ સમયે જોવા મળે છે. ‘મિરાતે અહમદી'ના લેખકના કહેવા મુજબ અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા ચિંતામણિ-મંદિરને ‘કુવ્રત-ઉર્દૂ મહાયોગી આનંદથન ઇસ્લામ’ નામની મસ્જિદમાં ફેરવી નાખવા ઔરંગઝેબે હુકમ કર્યો હતો અને તેનો અમલ કરવામાં આવ્યો હતો. જોકે એ પછી બાદશાહ શાહજહાંએ જૈન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરીને એમની મૂળ માલિકીનું આ મંદિર પાછું સોંપવા ફરમાન કર્યું હતું. એ ઇમારતમાં જે ફકીરો અને ભિખારીઓ રહેતા હતા તેમને માટે અને મંદિરમાંથી માલસામાનની ચોરી કરી ગયેલા વહોરાઓ માટે કેટલાક આદેશ આપવામાં આવ્યા હતા. આ ફરમાન પરથી મોગલદરબારમાં શાંતિદાસ ઝવેરીનો પ્રબળ પ્રભાવ અને ઊંચી પ્રતિષ્ઠા હોવાનું પ્રગટ થાય છે. દારાસિકોહ, શાઈસ્તખાન અને મુરાદબલ ગુજરાતના સૂબેદાર તરીકે આવ્યા અને આ સમયે મોગલ શહેનશાહત મેળવવાના જહાંગીરના પુત્રોના રાજ્યપ્રપંચની ગુજરાત પર અસર થઈ. વિ. સં. ૧૭૧૧માં ઔરંગઝેબે ગુજરાતની પ્રજાના ધાર્મિક અને સામાજિક ઉત્સવો સામે મનાઈ ફરમાવી હતી. દિવાળીની રાત્રે કરવામાં આવતી રોશની અને હોળીના તહેવારમાં પ્રગટાવવામાં આવતી હોળીનો વિરોધ કર્યો. આ વિગતોની નોંધ ‘મિરાતે અહમદીનાં ફરમાનોમાંથી મળે છે. આ રીતે આનંદઘનજીના સમય દરમ્યાન રાજસ્થાનની સ્થિતિ રાજકીય સંઘર્ષોથી ક્ષુબ્ધ રહી, તો ગુજરાતના સૂબા તરીકે ઔરંગઝેબ આવતાં ગુજરાતની ધાર્મિક સ્થિતિ પણ ડામાડોળ બની હતી. ધર્મરક્ષક સાધુસંતોનો અડીખમ સાંસ્કૃતિક દુર્ગ એની સામે ટક્કર લેતો ઊભો હતો. આ સમયની આથી વિશેષ ઐતિહાસિક ઘટનાઓનું કે આર્થિક પરિસ્થિતિઓનું વર્ણન રાજ કીય કે પ્રજાકીય ઇતિહાસમાં મહત્ત્વનું બની રહે, પરંતુ આનંદઘન જેવા સાધકનાં જીવન અને કવન માટે અન્ય વિગતો પ્રસ્તુત ગણાય નહીં. આ સાધકો તો બહિરંગી સુષ્ટિના રસાભાસોમાં ફસાયા વગર વિશ્વના અંતરંગમાં બિરાજતા પરમચૈતન્ય સાથે સમાધિ સાધતા હતા. દુનિયાની આળપંપાળને જંજાળ માનીને એ જગતની જવનિકા પાછળ છુપાયેલા પરમતત્ત્વને શોધવા પ્રયત્ન કરતા, ચર્મચક્ષુ દ્વારા જે પદાર્થ પકડમાં આવતો નહીં, તેને આંતરચક્ષુ વડે પામવાનો પ્રયાસ કરતા. આનંદઘનનાં જીવન અને કવનમાં નગદ સત્યની શોધની ઝંખના હતી. બાહ્ય પરિસ્થિતિ, આસપાસની પ્રવૃત્તિઓનો ઝંઝાવાત, દૃશ્યમાન ઘટનાઓ એ બધાંને ઓળંગીને આ સાધક પરમતત્ત્વની પ્રાપ્તિ માટે મથતા. જૈન ધર્મ અને સાહિત્ય યોગી આનંદઘનના સમયની જૈન ધર્મની પરિસ્થિતિ જોઈએ. વિક્રમના સોળમા શતકમાં જૈન ભંડારોમાં શુદ્ધ હસ્તપ્રતો તૈયાર કરવાની અને ભંડારોને વ્યવસ્થિત ગોઠવવાની જ્ઞાનપ્રવૃત્તિ શરૂ થઈ હતી. એની સાથે સાહિત્યસર્જનની જીવન
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy