SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ફેલાવતા હતા. એટલું જ નહીં પણ અન્ય ધર્મવાળાની ભાવનાઓને સમભાવથી સમજવાની સતત કોશિશ કરતા. આ કારણે પોતાના ધર્મમાં ન હોય એવું ઘણું યતિસમાજના વ્યવહારમાં જોવા મળતું. જૈન યતિ ક્યારેક શક્તિપૂજા કરતો પણ નજરે પડતો હતો. આવા યતિઓ વ્યાપક દૃષ્ટિવાળા હોવાથી એમની સાથે સૂફી, દાદુપંથી, કબીર અને નાનકપંથી બધા ભેગા મળતા. એકબીજાના વિચારો, ભાવનાઓ અને અનુભવોનું આદાનપ્રદાન થતું. આને કારણે એમની રચનાઓમાં પણ અન્ય સંપ્રદાયની થોડી છાંટ આવી જતી. ક્યારેક યતિઓ, ચારણો અને ભાટ ભેગા મળતા અને ક્યાંક ભાંગની ઠઠ પણ જામતી હતી. આ યતિઓ ભેગા મળતા ત્યારે એમની મંડળીમાં આવનાર યતિને “આવ, ગુરાંસા” (આવો ગુરુજી) કહીને આદરભર્યો આવકાર આપતા. મુનિ શ્રી જિનવિજયજીના કહેવા પ્રમાણે એ સમયના યતિઓ સતત વિહાર કરતા હતા. એક ચાતુર્માસ સૌરાષ્ટ્રમાં કર્યો હોય, તો બીજો ચાતુર્માસ ગુજરાતમાં કરતા, તો ત્રીજો ચાતુર્માસ રાજસ્થાનના કોઈ શહેર કે ગામડામાં કરતા. આવા વિહારને કારણે જુદા જુદા પ્રદેશની ભાષાનાં તત્ત્વો સ્વાભાવિક રીતે જ એમની રચનામાં આવી જતાં. આનંદઘનજી આવા જ એક યતિના શિષ્ય હોવા જોઈએ, એમણે એ સમયના રહસ્યવાદી સંતોનો સહવાસ માણ્યો હતો અને મસ્ત જીવન ગાળ્યું હતું. શ્રી જિનવિજયજી આજે આપણી વચ્ચે હયાત નથી, પણ એમનાં અનુમાનો વિચારપ્રેરક હોવાથી અહીં રજૂ કર્યા છે. વિહારભૂમિ જૈન સાધુ સતત વિહાર કરતા રહે છે અને જુદાં જુદાં સ્થળોએ ચાતુર્માસ ગાળે છે. આનંદઘનજીએ આવી રીતે ક્યા ક્યા પ્રદેશમાં વિહાર કર્યો હશે ? એમના જીવન વિશે જે કોઈ પ્રમાણભૂત માહિતી મળે છે, તેમાંથી એમની વિહારભૂમિ વિશે કોઈ ખ્યાલ મળતો નથી. એમનાં સ્તવનો કે પદોમાં ક્યાંક કોઈ સ્થળવિશેષનો ઉલ્લેખ મળતો નથી. આથી એમની વિહારભૂમિને જાણવા માટે કોઈ નક્કર પુરાવા મળતા નથી. માત્ર એમની ભાષા પરથી એમના વિહારનો ખ્યાલ મેળવી શકીએ. એમનો દેહોત્સર્ગ મેડતામાં થયો હતો એમ મનાય છે. આથી ગુજરાત, વ્રજ પ્રદેશ અને રાજસ્થાને એ એમની વિહારભૂમિ લાગે છે. શ્રી અગરચંદજી નાહટા નોંધે છે કે આનંદઘનજીનો વિહાર બહુ લાંબો પ્રતીત થતો નથી. અંતિમ વર્ષોમાં તેઓ નિશ્ચિત રીતે મેડતામાં રહ્યા હતા. શ્રી અગરચંદજી નાહટા મેડતાને આનંદઘનની મહાયોગી આનંદઘન જન્મભૂમિ માને છે.પે. જોકે નિશ્ચિત પ્રમાણોને અભાવે આ બંને વિગતોનો સંપૂર્ણ સ્વીકાર કરવો મુશ્કેલ છે. પોતાની યોગદશાની મસ્તીમાં ડૂબેલા આ અધ્યાત્મયોગીની માહિતી જ મળતી નથી, ત્યાં એમનો વિહાર લાંબો હતો કે ટૂંકો તે કઈ રીતે કહી શકાય ? એ જ રીતે મેડતા એમની જન્મભૂમિ હતી તેમ કહેવા માટે કોઈ નિશ્ચિત પ્રમાણ મળતું નથી. મસ્કીન સાથે મેળાપ ? આનંદઘનનો દાદૂના શિષ્ય મસ્કીન સાથે મેળાપ થયો હતો એમ આચાર્ય ક્ષિતિમોહન નોંધે છે, એ જ હકીકતને શ્રી ધનવંત ઓઝા “જૈન પરંપરાની એક માન્યતા’ તરીકે આલેખે છે કે અને તેઓ મસ્કીનને યશોવિજયજીના સમકાલીન માને છે.* ઉપર દર્શાવેલી વિગતોની પ્રમાણભૂતતા ચકાસીએ તો સૌપ્રથમ જૈન પરંપરામાં આનંદઘનની મર્ણન સાથેની મુલાકાતની કોઈ નોંધ મળતી નથી. આ અંગે કોઈ નિશ્ચિત પ્રમાણ સાંપડતું નથી. પરિણામે આ બનાવ ખરેખર બન્યો હોય એમ કહી શકાય નહીં. ત્રણ આનંદઘનો કવિશ્રી આનંદઘનજી અંગે હિંદી સાહિત્યમાં પ્રારંભમાં ઘણી ભ્રમણાઓ પ્રવર્તતી હતી. આનંદ, ઘનાનંદ અને આનંદઘન એમ ત્રણ કવિઓ થયા, જ્યારે પ્રારંભમાં આનંદ અને ઘનાનંદને એક કવિ માનવામાં આવતા હતા અને એ રીતે ઘનાનંદ અને આનંદઘનને એક ગણવામાં આવતા હતા. આ ભ્રામક માન્યતા પર આધાર રાખીને કેટલુંક વિવેચન પણ થયું, જેમાં કવિ આનંદઘન વિશે કેટલીક વિચિત્ર કલ્પનાઓ પણ કરવામાં આવી.. આવી જ રીતે આનંદઘન નામના ત્રણ કવિઓ મળે છે, તેથી એ કવિઓની વિશેષતા તારવવી અને એમાં આનંદઘનની પૃથકતા જોવી જરૂરી બનશે. આનંદ હિન્દી ભાષામાં સંગીતનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ ‘રાગ કલ્પદ્રુમમાં આનંદ અને આનંદઘન (ઘનાનંદ), એ બે કવિઓનો અભેદ સ્વીકાર્યો છે. મૂળ ડૉ. ગ્રિયર્સને લખેલા ગ્રંથનું હિંદી ભાષાંતર “મોડર્ન વર્નાવપૂનર લિટરેવર ગાવ હિંદુસ્તાન'માં (પૃ. ૯૨, સંખ્યા ૩૪૭) એવું અનુમાન કર્યું છે કે આનંદ અને આનંદઘન (ઘનાનંદ) સંભવત: એક જ હતા. પરંતુ “નાગરી પ્રચારિણી સભા (કાશી)ના “ખોજ” નામના વાર્ષિક વિવરણમાં આનંદ અને આનંદઘન ઘનાનંદ)ને જુદા બતાવવામાં આવ્યો. જીવન 35
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy