SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની કાવ્યસરિતા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના સૂરિપદ(આચાર્યપદ)ની શતાબ્દી વર્ષ પ્રસંગે એમની કાવ્યયાત્રાનું દર્શન કરતાં એમ લાગે કે અર્વાચીન યુગમાં ભાગ્યે જ કોઈ જૈન સાધુમહાત્માઓએ આટલું વૈવિધ્યપૂર્ણ કાવ્યસર્જન કર્યું હશે. યોગનિષ્ઠ આચાર્યશ્રીનાં કાવ્યસર્જનોમાં એમના આત્મલક્ષી ભવ્ય જીવનનું પ્રતિબિંબ પડે છે. એમની દૃષ્ટિ કાવ્યના અનેક પ્રકારો પર ઘૂમી વળે છે. ભજન, ઊર્મિગીત, રાષ્ટ્રગીત, અવળવાણી, ખંડકાવ્ય, કાફી, ચાબખા, ગફુલી જેવા અનેક કાવ્યપ્રકારો પર એમની કલમ આસાનીથી વિહરે છે અને એમાં એમના હૃદયના ભાવો અને આત્માની મસ્તી પ્રગટ થાય છે. માત્ર પંદરમા વર્ષે કાવ્યરચનાનો પ્રારંભ કરનાર બાળક (બેચરદાસ) બુદ્ધિસાગરે દુહા, ચોપાઈ, છંદ અને સવૈયામાં પ્રારંભિક કવિતાઓ લખી, પરંતુ એ પછી એમની નિસર્ગદર કાવ્યપ્રતિભા એવી ખીલી કે જેને પરિણામે એમની પાસેથી વિપુલ કાવ્યસરિતાનું દર્શન થાય છે. એમની વિશાળ ભાવનાસષ્ટિએ જોઈએ તો પ્રભુભક્તિના કાવ્યથી રાષ્ટ્રભક્તિના કાવ્ય સધી અને એથીય વિશેષ ભાવિ યુગની કલ્પના કરતાં કાવ્યો સુધીની રચનાઓ મળે છે. શાસ્ત્રવિશારદ યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ એક બાજુ ભજન, પદ અને સ્તવનની રચના કરી, તો બીજી બાજુ ઊર્મિગીતો, પ્રકૃતિકાવ્યો અને રાષ્ટ્રભક્તિનાં ગીતોનું સર્જન કર્યું, તો વળી ત્રીજી તરફ એમનાં કાવ્યોમાં આધ્યાત્મિક મસ્તી અને નવા જમાનાનો સૂર પ્રગટ થાય છે. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિશ્વરજી પાસેથી નરસિંહ, મીરાં કે આનંદઘનનું સ્મરણ કરાવે એવી કાવ્યરચનાઓ મળે છે, તો બીજી બાજુ કવ્વાલી અને ગઝલ જેવા આધુનિક સાહિત્યસ્વરૂપોમાં કરેલી રચનાઓ મળે છે. અહીં આચાર્યશ્રીની રોજનીશીમાંથી કેટલાંક કાવ્યો મૂક્યા છે અને સાથોસાથ એ જ કાવ્યને એમનાં હસ્તાક્ષરોમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. એમના જ હસ્તાક્ષરમાં લખાયેલાં કાવ્ય પરથી એ સૂચિત થશે કે એમના હૃદયમાંથી કાવ્યઝરણું કેવું આપોઆપ અને સાહજિક રીતે વહેતું હશે કે એમને ભાગ્યે જ કોઈ પંક્તિ તો શું, પણ શબ્દમાં સુધારો કરવો પડ્યો છે. વળી આ કાવ્યોની નીચે યોગનિષ્ઠ આચાર્યશ્રીનાં લખાણોમાંથી એમનાં ગદ્યમાં લખાયેલા માર્મિક વચનો આલેખ્યાં છે, જેમ અગાઉ એમના ગદ્ય લખાણોની નીચે એમની પઘકંડિકાઓનો આસ્વાદ મેળવ્યો હતો તેમ. આવો, આ યોગીશ્વર આચાર્યશ્રીની અભુત કાવ્યસૃષ્ટિમાં વિહાર કરીએ. જ , - S 59 હું
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy