SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ | હુંબડ દિગંબર વીસા જૈનો બે પ્રકારના છે. એક દિગંબર વિસા હુંબલ જૈનો અને બીજા વીશા શ્વેતાંબર હુંબડ જૈનો, વીશા શ્વેતામ્બર સુંબડ જૈનો પ્રાયઃ વડગચ્છના આચાર્યોના ગચ્છની પરંપરાના છે. વડાલીમાં શ્વેતાંબર જૈનોની પૂર્વે સારી જાહોજલાલી હતી. વડાલીમાં પૂર્વે શ્વેતામ્બર જૈનોની વસતિ હોવી જોઈએ અને પશ્ચાતુ દિગંબર જૈનોનાં ઘર વસ્યાં હોવાં જોઈએ. હાલમાં વડાલીમાં શ્વેતાંબર જૈનોની વસતિ અને વ્યાપાર ઘટવા માંડ્યો છે ભવિષ્યમાં જે બને તે ખરું. વડાલી ગામના જૈનો કેળવણી ધર્મશ્રદ્ધા વ્યાપાર વગેરેમાં આગળ પડતા નહીં થશે અને પોતાની સુરક્ષાવૃષ્ટિના ઉપાયોથી પ્રમાદી રહેશે તો ભવિષ્યમાં તેમના વંશજોને ઘણું સહેવું પડશે. આશા છે કે તેમની આંખ ખૂલશે. વડાલીમાં પૂર્વે ચાવડા રાજપૂતોની વસતિ હતી. ચામુંડાદેવીનું અત્રે મોટુ મંદિર છે. ચૌહાણ, રાઠોડ વગેરે રજપૂતોનાં અત્રે ઘર છે. વડાલીમાં પહેલાં સંવેગી સાધુ શ્રી નેમિસાગરજી મહારાજ તથા શ્રી રવિસાગરજી મહરાજે આવીને ઉપદેશ દીધો હતો અને લોકોને સાધુના આ માર્ગથી વાકેફ કર્યા હતા. આ ગામમાં એક જૈન પાઠશાળા છે. જૈનોનો પ્રાચીન પુસ્તક ભંડાર નથી. જેનોની જાહોજલાલી સંવત ૧૯૭૧ના પોષ વદ ૧૩, બુધવાર, તા. ૧૩-૧-૧૯૧૫ ઈડર-વડાલી, બ્રહ્મખેડ દેરોલ પોળો વગેરે વગેરે પ્રદેશમાં પૂર્વે ઘણા જૈનો વસતા હતા એવું પ્રાચીન મંદિરોથી સિદ્ધ થાય છે. આ ઈડર પ્રદેશમાં પૂર્વે અનેક સત્તાવંત ગૃહસ્થ જૈનો વસતા હતા. એવું જૈન દેરાસરોથી સિદ્ધ થાય છે. આ પ્રદેશમાં દેરોલ પાસેનાં જૈનમંદિરો દેખવાલાયક છે. જે સાધુઓ-સાધ્વીઓ અને ગૃહસ્થ જૈનો આ તરફ પધારે તેઓએ દેરાસરો આ તરફનાં દેખવાં જોઈએ. પોળોનાં જૈનમંદિરો દેખતાં એવો વિચાર આવે છે કે પૂર્વે ક્ષત્રિયવંશી જૈનોના અનેક ઘરો હશે. મુસલમાન બાદશાહોના વખતમાં આ દેરાસરો અત્રે બંધાયેલાં હોવાં જોઈએ, એમ કેટલાક ધારે છે અને તે બાબતની દલીલ આપે છે કે બાદશાહોના ભયથી જ્યારે ચિત્તોડનો રાજા ભાગ્યો ત્યારે તે અહીં આવ્યો હશે. તેની સાથે ગૃહસ્થ જૈનો આવ્યા હશે અને તેઓએ જૈનમંદિરો બંધાવ્યાં હશે. અમારું ધારવું એવું છે કે ચિત્તોડ ઈડરની પેઠે પૂર્વે પર્વતો પાસે નિર્ભય સ્થાનો દેખીને જૈન રાજાઓ વા જૈનેતર રાજાઓએ પોળોમાં નગરી વસાવી હશે, તે વખતે જૈન ગૃહસ્થોએ પૂર્વે જૈન મંદિરો બંધાવ્યાં હશે. બ્રહ્માની ખેડ વગેરે તરફ દિગંબર જૈનોની પૂર્વે વસતિ હતી, પણ પાછળથી તે નષ્ટ થઈ છે. આ દેશ તરફ મુસલમાન બાદશાહો તરફથી સવારીઓ મોકલવામાં આવતી હતી અને તેથી તેઓના વખતમાં કેટલાંક ભાંગી નાખેલાં હોય એવું જણાય છે પરંત આ દેશમાં પ્રાચીન મંદિરોના યોગે કારણપ્રસંગે ભોંયમાં જિનપ્રતિમાઓ દાટેલી હોવી જોઈએ અને તે કોઈ કોઈ ઠેકાણેથી નીકળશે એવો સંભવ રહે છે. આ દેશના જૈનોમાં ધાર્મિક જ્ઞાનની વૃદ્ધિ અવલોકવામાં આવતી નથી. આ દેશ તરફના જૈનો સામાન્ય રીતે ધર્મશ્રદ્ધાળુ અને સાધુઓના ભક્ત જણાય છે. તેઓને સાધુઓ તરફથી જો ઉપદેશ મળે તો તેઓ હા/ ર્મકાર્યમાં આગળ પડતો ભાગ લઈ શકે તેમ છે. આ દેશમાં અન્ય દર્શનીય મંદિરો પણ ઘણાં છે. “આવવું જાવવું લેવું ન દેવું-ફરવું ખરવું ન મરવું બુદ્ધિસાગર શુદ્ધોપયોગ-આત્મપ્રભુપદ ધરવું.”
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy