SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પનામાં પરિણમન ન થાય એવી રીતનો અભ્યાસ સેવવો જોઈએ. આત્મજ્ઞાનીઓ દુનિયાના માન અને અપમાન પ્રતિ લક્ષ દેતા નથી. માન અપમાન સ્તુતિ નિંદા, હર્ષ, શોક સુખદુ:ખ વગેરેના સંયોગો વચ્ચે આત્માને મૂકીને તેમાં આત્મા અલિપ્ત કેટલો રહે છે તેની તપાસ કરવી અને તેવા સંયોગો ખાસ સેવીને આત્માની અલિપ્તતાને પ્રગટાવવી કે જેથી પુનઃ મોહાદિથી પાછા પડવાનો પ્રસંગ ન આવે અને અધ્યાત્મજ્ઞાનમાં આત્મા પરિણમે - અધ્યાત્મશાસ્ત્રો વાંચીને અને શ્રવણ કરીને અધ્યાત્મજ્ઞાનવિદૂ થવા માત્રથી આત્માના સ્વરૂપમાં પરિણમી શકાતું નથી, પણ અધ્યાત્મજ્ઞાનનું પરિણમન કરવાથી સુખ દુઃખાદિથી આત્મા નિર્લેપ રહી શકે છે. અધ્યાત્મજ્ઞાન સંપ્રાપ્ત થાય એવા સગુરુની ઉપાસના કરીને અને અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ કરીને અનેક ઉપસર્ગો પ્રાપ્ત થતાં આત્માના ઉપર શોકાદિની અસર ન પ્રાપ્ત થાય એવી રીતનો અભ્યાસ સેવવો જોઈએ. હજારો મનુષ્યો પોતાની અનેક પ્રકારની નિંદા કરતા હોય, તે શ્રવણે સંભળાતી હોય. અપમાન વગેરે દેખાતું હોય તો પણ આત્માના ઉપર જરા માત્ર અસર ન થાય એવી રીતે જ્યારે પોતાનો આત્માનો અનુભવ આવે ત્યારે સમજવું કે અધ્યાત્મ પરિણતિએ પરિણમવાનું થયું ખરું. અનેક પ્રકારની ઉપાધિઓ માથા પર પડી હોય, મૃત્યુ વગેરે ભય સામે દેખાતા હોય, અનેક પ્રકારના રોગોથી શરીર ઘેરાયેલું હોય, તેવા સમયે આત્મા તટસ્થ સાક્ષી રહીને અશાતાદિ વેદે ત્યારે સમજવું કે અધ્યાત્મજ્ઞાનનું આત્મામાં પરિણમન થયું. શ્રી મહાવીર પ્રભુ છદ્મસ્થાવસ્થામાં અનાર્ય દેશમાં વિચર્યા હતા તે વખતે અનાર્ય લોકો તેમની મશ્કરી-હાંસી કરતા હતા. અનેક ખરાબ શબ્દો વડે ગાળો દેતા હતા. તેમના પર ધૂળ ઉડાડતા હતા. તેમની અનેક ખરાબ શબ્દો વડે નિન્દા- હેલના કરતા હતા. આવા પ્રસંગે મહાવીર પ્રભુએ અધ્યાત્મ જ્ઞાન વડે સ્વાત્માને સર્વ દુઃખાદિનો સાક્ષી તરીકે અનુભવીને અને શોક અપમાન આદિથી અંતરમાં નિર્લેપ રહીને ક્લિષ્ટ કર્મની નિર્જરા કરી હતી. જ્ઞાની મુનિવરો જ્યાં ક્લિષ્ટ કર્મની નિર્જરા થાય, ત્યાં હર્ષ શોકથી વિમુક્ત નિઃસંગ થઈને વિચરે છે. અધ્યાત્મજ્ઞાનનો ઉપદેશ દેવા અથવા અધ્યાત્મજ્ઞાનનાં પુસ્તકો લખવાં સહેલું છે, પરંતુ ભાવાધ્યાત્મ વડે આત્મસ્વભાવમાં રહીને હર્ષ શોકાદિ કંથી નિર્લેપ રહેવું એ ઘણું કઠિન છે. અધ્યાત્મજ્ઞાની મુનિવરો આવી દશા સંપ્રાપ્ત કરવા કીર્તિ-અપકીર્તિ માનાપમાન વગેરેના સંયોગોમાં હાથે કરીને ખાસ આવે છે અને તેવાં કંકોમાં પોતાનો આત્મા ન પરિણમે એવો ખાસ અભ્યાસ સેવે છે. આ અધ્યાત્મજ્ઞાનનું પરિપક્વ પરિણમન કરવાને તેઓ કીર્તિ અને અપકીર્તિ વગેરેના સંયોગોમાં આવીને પોતાના આત્માની પરીક્ષા કરે છે. ‘ન મળે બાવો બ્રહ્મચારી’, ‘ન મળે ત્યાં સુધી સતી’, ‘ન મળે “નથી લેવું નથી દેવું, નથી પરવા અમીરીની, બુધ્યબ્ધિની ફકીરીમાં, અમીરી બાદશાહીની”
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy