SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ બોર્ડિંગ, વડોદરામાં દશાશ્રીમાળી બોર્ડિંગ (અત્યારે મહાવીર વિદ્યાલય), પાલીતાણામાં યશોવિજયજી ગુરુકુળ અને સુરતમાં રત્નસાગરજી જૈન હાઈસ્કૂલની તેમણે સ્થાપના કરી. | વિ. સં. ૧૯૮૦માં એમણે પેથાપુરમાં ચાતુર્માસ કર્યું. પુસ્તક પ્રકાશનનું કામ ખૂબ ઝડપી ગતિએ ચાલવા માંડ્યું. અનેક નકલ કરનારા એકઠાં કર્યાં. મુફ સુધારનારને સતત કામે લગાડી દીધો. | મુફ સુધારનાર થોડા દિવસથી આવતો નહોતો. સૂરિજીને ચિંતા થઈ. એને બોલાવ્યો ત્યારે | મુફરીડરે કહ્યું, “મારી મા ખૂબ બિમાર છે, આથી આવી શકતો નથી.” કામમાં પળેપળની કિંમત હતી, સહેજે વિલંબ કર્યો પાલવે તેમ નહોતો. સૂરિજી થોડો સમય ધ્યાનમાં ઊતરી ગયા અને પછી બોલ્યા, “અરે, જરા આ મારાં બે પડખાં પર હાથ મૂક તો.” | મુફ રીડરે હાથ મૂક્યો અને જાણે અગ્નિથી દાઝયો હોય તેમ બોલ્યો, “ઓહ, આ તો ખૂબ ગરમ લાગે છે.” સૂરિરાજે કહ્યું, “બસ, તો હવે આજથી તારી માતાનો તાવ ગયો જાણજે ! હવે ભાઈ, ઝડપ કરજે . આપણે સમયસર કામ પાર પાડવું છે.” બાળપણમાં સરસ્વતીને પ્રસન્ન કરવાનું નીમ લેનાર સૂરિરાજે એ જ કાજે અન્યની બિમારી પણ પોતાના દેહમાં લઈ લીધી. | સૂરિરાજે લખતી વેળા કજી ટેબલ તો શું, પણ ઢાળિયાનો ઉપયોગ કર્યો નહોતો. પલાંઠી લગાવી બેસે. સરસ્વતીની એમની સાધના શરૂ થાય. ઘૂંટણના આધાર પર એમની કલમ વહેવા લાગે. લખતી વખતે કદીય ઓઠીંગણ દઈને બેસે નહીં. ' લખવાનું મોટે ભાગે એકાંતમાં રાખતા. વિજાપુરમાં ભોંયરામાં બેસીને લખતા. મહુડીમાં પણ સાબરમતીના કાંઠે આવેલા જૂના કાર્યકના મંદિરમાં આવેલા ભોંયરામાં ધ્યાન ધરતા કે પુસ્તક લખતા. આ ભોંયરાનો પ્રવેશ એક કૂવા જેવો છે. તેમાં ઉતરવા માટે કૂવાની જેમ માત્ર ટેકા જ ગોઠવેલા છે, એમાં પગથિયાં મૂકેલાં નથી. | ઉપલક નજરે તો આ નાનો પાણી વગરનો કૂવો જ લાગે, પરંતુ એ સમચોરસ જગા પૂરી થતાં જ લગભગ બેએક ફૂટનો વળાંક બાંધેલો છે. એ વળાંક પૂરો થતાં જ એક ખંડ દેખાય. ખંડમાં એક જ જાળિયું અને એ જાળિયામાંથી સીધો પ્રકાશ ખંડની દિવાલો પર અથડાય અને ચારે બાજુ ફેલાઈ જાય. આ જગા વસતિથી દૂર ઊંચી ટેકરી પર આવેલી તેમજ ચારેબાજુ બંધ દીવાલોથી ઘેરાયેલી રહેતી હોવાથી આ ભોંયરામાં ખૂબ જ શાંતિ રહેતી. આવા શાંત એકાંત સ્થળે તેઓ ગ્રંથ લખતા હતા. આવા તત્ત્વજ્ઞાન સાથે અનુભવજ્ઞાનનો અનુપમ સંયોગ આચાર્યશ્રીએ એમના જીવનમાં અને કવનમાં સાધ્યો છે. પોતાના આત્મદર્પણમાં પ્રગટેલા સાધનાના પ્રતિબિંબને એમણે અક્ષરરૂપે પ્રગટ કર્યું. સવિશેષ તો એમણે સંસ્કૃત ભાષામાં તત્વજ્ઞાનના ગ્રંથો લખ્યા અને સંસ્કૃતમાં લખેલા પોતાના બે ગ્રંથ પર એમણે સ્વયં વિસ્તૃત વિવેચના કરી છે. S 37 -
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy