SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજશ્રી ઘેર આવ્યા ને કહ્યું, ‘ક્યાં છે તાવ ?? અને જોયું તો તાવ નીચી ડિગ્રીએ જતો હતો. સવારે તો સારું થયું. - ચાતુર્માસ પ્રસંગે કોઈક વાર શ્રાવકોને બોલાવીને સાધુરાજ કહે, ‘આજે સ્ટેશને જજો . કોઈ આવનાર છે. જમવાની પણ જોગવાઈ રાખજો.” ‘પણ કોઈનો કાગળ તો નથી.’ ‘છતાં જજો.’ ને એ દિવસે મહેમાનો આવે જ . આવા અનેક વિશ્વાસપાત્ર માણસો પાસેથી મેળવેલા પ્રસંગો નોંધી શકાય છે પણ સુજ્ઞ વાચક કદાચ ડોકું હલાવશે. ના રે ભાઈ, આવું તે હોય, આ કાળમાં ? અમે કહીશું. સ્વામી રામકૃષ્ણ પરમહંસે જુવાન વિવેકાનંદનો અંગૂઠો દાબી પ્રભુજ્યોતિનાં દર્શન કરાવ્યાં હતાં ને નાસ્તિક સમા શ્રી વિવેકાનંદે કર્યા હતાં. તમે શું એ માની લેશો ? અમે કહીશું. મુનિ દેવેન્દ્રસાગર અને ભાખરિયા પોપટલાલને તેઓએ આત્મજ્યોતિનાં દર્શન કરાવેલાં. તમારી એ વાત અમે પનીએ છીએ. યોગની અદૂભુત વાતો માનવી માન શકતો નથી. દિવસે દિવસે માયકાંગલો બનતો સમાજ હળવદિયા બ્રાહ્મણ સો લાડુ ખાતો એ વાત આજે નહિ તો પાંચ વર્ષે જરૂર ગપ માનશે ને રામમૂર્તિ છાતી પર હાથી ઊભો રાખતો એ વાત એક દિવસ ઠંડા પહોરનાં ગપ્પાં માનશે. જમાનાને પોતાના ગજથી સહુ માપે છે. વિજ્ઞાનને નામે ગમે તે વાતો સ્વીકારવામાં સંકોચ ન અનુભવતો આત્માના સામર્થ્યની વાતો આવતાં શંકા કરવા લાગે છે. | મંત્રની શક્તિથી સહુ કોઈ આજે અવિશ્વાસુ છે, કારણ કે એવું નિષ્કલંક વજાંગ બ્રહ્મચર્ય આજે કોઈએ જોયું નથી. આત્માની એવી નિર્ભયતા જાણે લગભગ અદૃશ્ય બની છે. ઈમાન નથી, ધર્મ નથી. સગવડિયો ધર્મ છે. | માવા માટે માથું આપવાની તમન્ના નથી. સેવામાંય સ્વાર્થની મોટાઈ છે. નિષ્કલંક ચારિત્ર્ય આજે દુર્લભ બન્યું છે. મૃત્યુભયની બેપરવાઈ આજે દેખાતી નથી. કલ્યાણનો, પ્રેમનો ઝરો જાણે માનવીના હૃદયમાંથી શોષાઈ ગયો છે. ચિંતા, અસંતોષ અને ઈર્ષા આજે માનવજીવનના વિશિષ્ટ અંગ બન્યાં છે. મોટાઈમાં ખપ્યાં છે. દેહનું જ પૂરું ભાન નથી ત્યાં આત્માની યાદ કોને હોય ! | પ્રેમનો એ અફાટ ઝરો, બ્રહ્મચર્યનો મહાન પ્રતાપ. આત્માનું એ દિવ્ય સામર્થ્ય જ્યાં ભેગું મળ્યું ત્યાં જે કાર્ય થાય તે આજે ચમત્કાર લાગશે. સાધુરાજ લખે છે, ‘એક વાર કબૂતર પર કવિતા લખતાં કબૂતર બીજી પંક્તિએ ડાયરી પર આવીને બેઠું.” ગુજરાતના પ્રાચીન ઇતિહાસને ઉકેલવામાં આચાર્યશ્રીનો અપૂર્વ ફાળો છે. સૂક્ષ્મ સંશોધનબુદ્ધિ અને ઝીણી વિગતો મેળવવાની ચીવટ એમના ઇતિહાસગ્રંથોમાં દેખાય છે. એમણે કોઈ રાજ્ય કે દેશનો ઇતિહાસ લખ્યો નથી, તેમ છતાં એમના ઇતિહાસમાં કોઈ રાજ્ય કે દેશ બાકી રહેતા નથી.
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy