SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ એવો સાધુ સંઘને પચાસ વર્ષોએ મળે તો સંઘનાં સદ્ભાગ્ય. એ તો સાચો સંન્યાસી હતો. એના દિલની ઉદારતા પરસંપ્રદાયીઓને વશીકરણ કરતી. જ્ઞાન અને ભક્તિ પરમાત્માયોગ માટે જરૂરનાં છે. પણ મનુષ્યોના મનુષ્ય પ્રતિના ધર્મ ઘણા વીસરે છે. તે પોતે પોતાના સંકોચના દુર્ગોમાં ભરાઈ રહે છે. બુદ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા, સંપ્રદાયમાં તો એ શોભતા, પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા છાની નહોતી. | ‘એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહસ્થંભ, યોગેન્દ્ર જેવી દાઢી ! એમનો જબરજસ્ત દંડ ! આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ, અને એ ભવ્ય મૂર્તિ અદૃશ્ય થઈ છે, પણ નીરખી છે તેમના અંતરમાંથી તે જલદી ભૂસાશે નહિ જ.' ‘આનંદઘનજી પછી આવા અવધૂત જૈનસમાજમાં થોડા જ થયા હશે. સાથના શિષ્યમંડળના તો બ્રહ્મજન્મદાતા પિતા અને શિરછત્ર ગયા છે. કેટલીક વેળા આશ્વાસનનાં વચન ઉચ્ચારવાં એયે મિથ્યા છે. નાનાલાલ કવિના જયશ્રી હરિ.” - તા.ક. એક મારું ભજન સાંભરી આવે છે તે લખું છું. એનું પ્રથમ ચરણ તો જૂના એક પ્રસિદ્ધ ભજનનું છે. બાકીનું મારું છે. એમાં શ્રી બુદ્ધિસાગરજીની જ જાણે આત્મપ્રતિમા ઊતરી હોય છે. માટે મોકલું છું. મળે જો જતિ સતી રે કોઈ સાહેબને દરબાર ધીંગાઘોરી ભારખમાં સદુધર્મ તણા શણગાર પુન્ય પાપના પરબન્દા કોઈ બ્રહ્મઆંખલડી અનભોમાં રમતી ઊછળે ઉરનાં પૂર સત્ ચિત આનંદે ખેલંદા ધર્મ ધુરંધર શૂર મળે જો જતિ સતી રે કોઈ આહલેકના દરબાર.” યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી હંમેશાં વિવાદને બદલે સંવાદના શોધક રહ્યા. સમાજમાં વિના કારણે ઊભા થતાં વિવાદો જોઈને એમનું હૃદય અત્યંત દ્રવી જતું હતું. એમણે જીવનભર મંડનનું કામ કર્યું, ખંડનનું નહીં. એથી એમના પ્રત્યેક ધર્મકાર્યમાં એમની અનેકાંતદષ્ટિનું પ્રાગટ્ય થાય છે.
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy