SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આમન્યા રાખી એમને આદર આપે છે. ગાંધીજીના વિચારવાણીની યોગ્યતા સમાજને દર્શાવે છે તો બીજી બાજુ ૫. મદનમોહન માલવિયા અને લાલા લાજપતરાય સાથે દેશની ઉન્નતિની વિચારણાઓ કરે છે. પોતાની એ ભાવના પત્રો, કવિતા, વ્યાખ્યાન કે પુસ્તકો દ્વારા સતત પ્રગટ કરતા રહે છે. દારૂનો નિષેધ, સર્વધર્મ સમભાવ, હરિજનો માટે નિશાળોની સ્થાપના તેમ જ ખુદ ખાદી ધારણ કરીને યોગનિષ્ઠ આચાર્યશ્રી સાચા સ્વરાજ્યની વાત સમજાવે છે. - તેઓ કહે છે, “જન્મભૂમિનો દ્રોહ ન કરવો જોઈએ. ઇંદ્રની પદવી મળે તો પણ જન્મભૂમિનો દ્રોહ ન કરવો જોઈએ.’ એ સમયના મહાન સારસ્વતો સાથે સાહિત્યિક ગોષ્ઠિ કરે છે. મહાકવિ ન્હાનાલાલ, સંશોધક શ્રી કેશવ હર્ષદ ધ્રુવ અને નાટ્યકાર શ્રી રણછોડભાઈ ઉદયરામ સાથે તેઓ ગુર્જર-ગિરાની ચર્ચા કરે છે. ભજનોમાં અલખનો નાદ વહેતો મૂકે છે અને કાવ્યોના કેકારવથી સાહિત્યસૃષ્ટિમાં મધુર ગાન ભરી આપે છે. યોગનિષ્ઠ આચાર્યશ્રીનું હૃદય સદાય યોગના અભ્યાસમાં ખૂંપેલું રહેતું. ધ્યાનની નાની-મોટી પ્રક્રિયા જાણીને છેક હઠયોગ સુધી પહોંચી ગયા હતા. રાત્રિના સમયે હઠયોગની સમાધિમાં ડૂબી જતા. કલાકોના કલાકો સુધી કોઈ કોતર, ગુફા કે ભોંયરામાં સમાધિસ્થ રહેતા. કોઈ વાર તો ત્રણ ત્રણ દિવસની સમાધિ લાગી જતી અને એ સમયે તેઓ કોઈ દિવ્ય આનંદનો અનુભવ કરતા. એક પત્રમાં તેઓ પોતાનો આ અપૂર્વ આનંદ પ્રગટ કરતાં લખે છે, ‘વહાલા શુદ્ધાત્માઓ, તમો અમૂલ્ય સમય સદુપયોગમાં ગાળશો. નિષ્કામ બુદ્ધિથી હું કોણ, ક્યાંથી આવ્યો. ક્યાં જઈશ. શું કરવું ઇત્યાદિ વાક્યો પર એકાંતમાં વિચાર કરશો. બંધુઓ, સત્સમાગમના આનંદનો સ્વાદ કરવા ચાહું છું.' - આંતર પ્રદેશમાં સુખ શોધું છું. આત્મામાં ઊતરીને કંઈ આત્માનંદ સ્વાદુ છું. તે માટે મેં દેશ, કુળ, જાત, લોકલજ્જા, ભય આદિ સર્વનો ત્યાગ કર્યો છે અને કહ્યું છે કે, હમ તો દુનિયાસે ન ડરેંગે આતમધ્યાન ધરેંગે. એમનું કદાવર શરીર, બાલબ્રહ્મચર્યથી ઝળહળતો નીરોગી દેહ, આઠ મણ વજનની કાયા સાથે કલાકો સુધી શીર્ષાસન કે અન્ય આસનો કરતાં જોનારને એમની આત્મશક્તિની તાકાત નજરે નીરખવા મળતી. અનેક સ્થળોએ પાઠશાળાઓ, ધર્મશાળાઓ, જિનમંદિરો, જ્ઞાનમંદિરો, બોર્ડિંગ,. સેનેટોરિયમ વગેરેની પ્રેરણા આપી. ઉપધાન તપ અને ઉજમણાં કરાવ્યો. શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળમાં પુનઃ પ્રાણ પૂર્યો. અમદાવાદની શેઠશ્રી લલ્લુભાઈ રાયજી જૈન બોર્ડિંગ અને વડોદરાની શ્રી દશા શ્રીમાળી વણિક બોર્ડિંગ વગેરે અનેક સંસ્થાઓ એમની પ્રેરણાના પ્રતીક સમાન બની રહી. વિજાપુરમાં ભવ્ય જ્ઞાનમંદિરની રચના કરી. જૈનોન્નતિનાં મહાન સ્વપ્નો જોનાર યોગનિષ્ઠ આચાર્યશ્રીએ જીવનભર ક્યારેય દિવસે નિદ્રા શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું જીવનચરિત્ર વાંચતા મને ધર્મ અને સંપ્રદાયની એકતાના અભ્યાસ ઉપર ભાર મૂકવાનું ખૂબ મન થાય છે. હિંદુઓ, બૌદ્ધો અને જેનો એકબીજાથી જુદા હોવા છતાં વધારે નિકટતા ધરાવે છે, એમ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીને જોઈને અને તેમનું ચરિત્ર વાંચીને મને તીવ્ર ભાન થાય છે.” રમણલાલ વ. દેસાઈ
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy