SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જોવાનો ઉપક્રમ રાખ્યો છે. આમાં સાચી ભક્તિને બતાવતા એમના એક અપ્રગટ કાવ્યમાં તેઓ ‘હરિનો મારગ શૂરાનો છે' એમ કહેતા જણાય છે. તેઓ કહે છે કે, માત્ર મુખેથી ભક્ત કહેવડાવવાથી કામ પતી જતું નથી. એને માટે તો પ્રયત્ન અને નિષ્કામ ભાવના જરૂરી છે. તેઓ આવા કૃતક ભક્તોને પૂછે છે : “કહે મુખથી તમારો છું, તમોને સૌ સમર્પણ છે. વિચારી આપ ઉત્તરને, અમારી શી કરી સેવા ? હને લક્ષ્મી ઘણી વ્હાલી, તને કીર્તિ ઘણી વ્હાલી, કહે છે ભક્તિનો ભૂખ્યો, અમારી શી કરી સેવા ?” આમ કહીને વિવેક વિના વિત્ત ખરચવાની, અસત્ય અને પરિગ્રહની તેમ જ સંસારના પ્રવાહમાં ગતાનુગતિક રીતે તણાવાની સામાન્ય જનોની મનોવૃત્તિની વાત કરીને ભારપૂર્વક કહે છે – ‘ગણાવું ભક્ત કોટીમાં, નથી કાંઈ વાત એ હેલી.’ આવી જ રીતે અન્ય કાવ્યમાં ૫રમાત્માનું જીભેથી રટણ કરનારાઓ સામે ચેતવણી ઉચ્ચારતાં એ કહે છે કે ‘ણણ્વૠષિ’ કે ‘ષૌદ્ધ ભ્રહ્ય’ બોલવાથી પાર નથી આવતો. માત્ર શબ્દોથી પ્રભુ પ્રાપ્ત થશે નહીં, કારણ કે પરમાત્મા તો શબ્દાતીત છે, અને ધ્યાનમાર્ગે જ પામી શકાય છે. અખાએ ગાયેલા જીવ અને બ્રહ્મની એકતાના અનુભવની યાદ આપે એ રીતે આ જૈન આચાર્ય આનંદભેર કહે છે “સાધનથી પ્રભુ વેગળા, સાધનથી પ્રભુ હેલ; સાધન સાધક સાધ્યના એકત્વે છે ગેલ.” આવા પરમાત્માની ઝાંખી મૌનથી થાય છે. એની ખોજ કરવાની જરૂ૨ નથી. એ તો આપણા અંતરમાં જ વસેલો છે. માનવીની આ જ વિડંબના છે ને કે એ બહા૨નું બધું જુએ છે, પણ પોતાની અંદર ડોકિયું ય કરતો નથી ! અને ભીતરની દુનિયા અજાણી રહી જાય છે. એ ચંદ્રની ધરતી પર ભલે જઈ આવ્યો હોય, પરંતુ આત્માની ભૂમિ એને અજાણી લાગે છે. આ અંતરમાં રહેલી આનંદજ્યોતની જિકર કરતાં તેઓ લાક્ષણિક ઢબે કહે છે : “જ્યાં ત્યાં પ્રભુજી શોધિયા, પણ પ્રભુજી પાસ; આનંદજ્યોતે જાણીએ, રાખી મન વિશ્વાસ. પ્રેમ વિના પ્રભુજી નથી, કરો ઉપાય હજા૨; મરજીવો પ્રભુને મળે, બીજા ખાવે માર. નિર્મલ ચિત્ત થયા વિના, ઈશ્વર ના દેખાય; કોટી ઉપાય કરો, કદી કાક ન ધોળો થાય.” “આ એક વર્ષ દરમિયાન રચાયેલાં કાવ્યોમાં વિષયવૈવિધ્ય પણ ઘણું છે. એમાં ‘નાનાં બાળકો’, ‘જુવાની’, ‘માતા’, ‘વૃદ્ધાવસ્થા’થી માંડીને ‘દેશસેવા’, ‘કન્યાવિક્રય’, ‘સુધારો, યોગ્ય કર સમજી’, ‘પ્રગતિ’, ‘ગરીબો પર દયા લાવો’, ‘બળી ! પરતંત્રતા બૂરી !’, ‘મળો તો ભાવથી મળશો’ અને ‘વિરોધો વિ.સં. ૧૯૫૬માં યોગનિષ્ઠ આચાર્યશ્રી માણસામાં આવ્યા. આ સમયે ભોજન કરતી વખતે સ્વાદિષ્ટ ઓસામણ ખૂબ ભાવી ગયું, પણ એ જ પળે વિચાર આવ્યો કે આ તો હું જીભના સ્વાદનો ગુલામ થઈ રહ્યો છું ! તરત જ આ જાગૃત આત્માએ ઓસામણમાં પાણી નાખી દીધું અને એને ફિક્કું બનાવી આરોગ્યું. 9
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy