SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ SUNDAY 9TH MAY 1915. સંવત ૧૯૭૧ ના અ, વધશાખ વદ ૧૧ રવિવાર તા. ૯ મી મે સને ૧૯૧૫. મુ. તા. ૨૪ જમાદીલાપર સને ૧૯૩૩ ઉ. ૫-૩૪ અ. ૬-૬ પા. ર. ૩૦ અબાન સને ૧૯૨૪ આત્તરસેવા ભાવના - (સ્વગત). ગામેગામે નગર નગરે સર્વ જીવો પ્રબોધું. દેશોદેશે સકલ જનના દુઃખના માર્ગ રોધું. સેવામેવા હૃદય સમજી સર્વને પ્રેમભાવે. સેવું ફર્ષે અચલ થઈને પૂર્ણ નિષ્કામ દાવે. – ૧ દુઃખીઓનાં હૃદય દ્રવતાં દુઃખથી આંસુડાંએ. હેવું એવું જગ શુભ કરું કો ન રહે દુઃખડાંએ. આત્મોલ્લાસે સતત બલથી સર્વને શાન્તિ દેવા. ધારું ધારું હૃદય ઘટમાં નિત્ય હો વિશ્વ સેવા. – ૨ સર્વે જીવો પ્રભુ સમ ગણી સર્વ સેવા કર્યામાં. સર્વે જીવો નિક્સમ ગણી પ્રેમ સૌમાં ધર્યામાં. સેવા સાચી નિશ દિન બનો સર્વમાં ઈશ પેખી. સૌમાં ઐક્ય મન વચ થકી શ્રેષ્ઠ સેવા જ લેખી. - ૩ મહારું સૌનું નિજ મન ગણી સર્વનું તેહ મહારું. સેવા સાચી નિશદિન કરું પ્રેમથી ધારી પ્યારું. સેવા યોગી પ્રથમ બનશે સેવના મિષ્ટ વ્હાલી. એમાં શ્રેય : પ્રગતિ બળ છે આત્મભોગે સુપ્યારી. – ૪ સેવા મંત્રો નિશદિન ગણી દુઃખીનાં દુઃખ ટાળું. સેવા તંત્રો નિશદિન રચી દુઃખ સૌનાં વિદારું. સેવા યન્ત્રો પ્રતિદિન કરી સ્વાર્પણે નિત્ય રાચું. હારું હારું સહુ પરિહરી સેવનામાં જ માચું. – ૫ સેવા માટે પ્રકટ કરવી આત્મશક્તિ પ્રયોગે. સેવા વાટે નિશદિન વહું રાચીને આત્મભોગે. થાવું મારે પ્રગતિ પથમાં સર્વનો શ્રેયકારી. એવી શક્તિ મમ સહમળો યોગ માર્ગે વિહારી. – ૯ સ્વાર્થોનાં સૌ પડળ ટળતાં સર્વ સેવા કરતાં. આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુઃખો હરતાં. સેવાના સી અનુભવ મળો બન્ધનો દૂર જાઓ. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં સેવના છો કરાઓ. – ૭ “ભારતમાતા ! તારા સંતાનો ક્યારે શ્રી મહાવીરની માફક પિતૃવત્સલ, માતૃવત્સલ થવાને ભાગ્યશાળી થશે ? તારાં સંતાનોમાં મહાવીરની અચળ પ્રતિજ્ઞા હૃદયપટ પર સોનેરી અક્ષરે સદાને માટે લખાયેલી હોવી જોઈએ.”
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy