SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ MONDAY 26TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ. વઈશાખ સુદ ૧૨ સોમવાર તા. ૨૬ મી એપ્રીલ સન ૧૯૧૫. મ. તા. ૧૧ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. ૫-૪૦ અ. ૬-૨૦ પા. રે. ૧૭ આબાન સને ૧૨૨૪ ચકલીના બચ્ચાને ઉદ્દેશી - (કવાલિ) પડ્યું માળા થકી બચ્યા – વિચાર્યું ના અરે ભોળા. ઊડી ના તું શકે પૂરું – થશે ત્યારું હવે કેવું – ૧ વિઘાતક પ્રાણીઓ તજને – જુવે છે લાગ ખાવાને. નથી કંઈ ભાન તુજને એ – થશે ત્યારું હવે કેવું – ૨ ઊડી માળા વિષે જાવા – નથી કંઈ શક્તિ તુ જ માંહી. ઊડી પાછું પડી જાતું – થશે ત્યારું હવે કેવું – ૩ ફરે તવ પાછળે માતા – કરે ચિત્તા ઘણી મનમાં. રહે નીચે જ રાત્રીમાં – થશે ત્યારું હવે કેવું – ૪ પ્રતિપક્ષી કયા ત્યારા – નથી તે જાણતું પૂરું. સ્વચ્છન્દી થઈ ફરે જ્યાં ત્યાં – થશે ત્યારે હવે કેવું – ૫ મહન્તોની ત્યજી આજ્ઞા – ધરે સ્વાચ્છન્દ જે મનમાં. મહા દુઃખો લહે માથે – થશે ત્યારે હવે કેવું – ૬ દયા આવે દયાલુને – હવે દેખી અરે મનમાં. વિચારી જો ખરું ચિત્તે થશે ત્યારું હવે કેવું – ૭ શરણ્યોથી પડે જુદું થતાં તેની દશા જુદી. હતું તે ના હતું થાતું થશે ત્યારું હવે કેવું – ૮ કશું શું શું હવે ઝાઝું – થે થોડું સમજ ઝાઝું. બદ્ધચબ્ધિસત્તશિક્ષાને – ધરી મનમાં સુખી થાજે – ૯ - શત?મ * * * * હે ભવ્યાત્માઓ ! અંતર્મુખ દષ્ટિવાળા તમે પોતાના શુદ્ધ સ્વરૂપમાં રમશો, તો ગાઢ નિદ્રાની પેઠે આ દેખીતી જંજાળ તેમજ દેહાધ્યાસ પણ ભૂલાશે.
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy