________________
SUNAY 18TH API:IL 1916. સંવત ૧૯૭૧ ના અ, વઈશાખ સુદ ૪ રવીવાર તા. ૧૮ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૩ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. પ-૬૩ અ. ૬-૧૭ ૫. રે ૯ આબાન સને ૧૨૨૮
નહીં પાળીશ કો આજ્ઞા કદી ઉમંગમાં આવી – કથો આજ્ઞા સદા માનું. કથું છું હું અનુભવથી – નહીં પાળીશ કો આજ્ઞા – ૧ નથી સ્વાર્પણ તણી વૃત્તિ – રહી સ્વચ્છન્દતાવૃત્તિ. ગણાયા શિષ્ય તેથી શું ? – નહીં પાળી શકો આજ્ઞા – ૨ ચણાઓ લોહના ખાવા – અહો દુષ્કાર્ય એ જેવું. તથા શ્રીસદ્ગુરુવરની - નહીં પાળી શકો આજ્ઞા – ૩ થશે મન દૂરથી પ્રીતિ – નહીં પાસે રહી શકશો. ખરી શ્રદ્ધા વિના જાણો – નહીં પાળી શકો આજ્ઞા – ૪ વિચારો બુદ્બુદો જેવા – ઘણા પ્રકટે ઘણા વિણશે. થતું એવું અહો યાવતુ – નહીં પાળી શકો આજ્ઞા – ૫ જીવંતાં મૃત્યુના જેવી – દશા નિજની કર્યા વણતો. કર્યાવણ પ્રેમની શુદ્ધિ – નહીં પાળી શકો આજ્ઞા – ૭ હર્યાવણ સ્વાર્થના દોષો – અહમમ તાત જ્યાવણરે. ક્ષમા ધાર્યા વિના મનમાં – નહીં પાળી શકો આજ્ઞા – ૭ થતી આજ્ઞા થકી મુક્તિ – ખરી નીતિ પ્રવૃત્તિએ. પ્રતીતિ એ થયા વણ તો – નહીં પાળી શકો આજ્ઞા – ૮ વિવેકે ભક્તિ શ્રદ્ધાએ – કરી સ્વાર્પણ સદા પ્રેમ બુર્યાબ્ધિસદ્ગુરુવરની સદા પાળી શકો આજ્ઞા – ૯
ॐ शान्तिः३
એકબીજા પ્રતિ મૈત્રીભાવનાથી જુઓ; અને એકબીજાના ભલાનો શુદ્ધ વિચાર રાખો.
-
S 132
-