________________
FRIDAY 9TH APRIL 1915 સંવત ૧૯૩૧ ના ચઈતર વદ ૧૦ શુકરવાર તા. ૯ મી એપ્રીલ સને ૧૯૧૫. : . તા. ૨૩ જમાદીલાલ સને ૧૩૩૩ ઉ. પ-૦૯ અ, ૬-૧ પા. ર. ૩૦ મહેર સને ૧૨૪
ત્યજી કાપટ્યની વૃત્તિ – બની નિષ્કામ અત્તરથી. અહંતા ભાવને ત્યાગી – મળો તો ભાવથી મળશો – ૧૩ વિચારી મેળના ભેદો – અભેદે આત્મતા બોધી. વિવેકે સંપ ધારીને – મળો તો ભાવથી મળશો – ૧૪ કરીને મેળ નિશ્ચયતા – મળેલા બાહ્ય સંયોગે. ખરેખર સ્વાધિકાર હો – મળો તો ભાવથી મળશો – ૧૫ પરીક્ષાની કસોટીએ – પ્રથમ ચઢવું ઘણું સારું. કરી સ્વાર્પણ મળ્યું તેનું – મળો તો ભાવથી મળશો - ૧૬ વ્યવસ્થાઓ સકલ સમજી – થતા તે તે જ મેળોની. શુભાશુભ મેળ બોધીને – મળો તો ભાવથી મળશો – ૧૭ વિચારી યોગ્ય મેળાપી – ગુણો જે જોઈએ તેથી. કરીને મેળની કિસ્મત – મળો તો ભાવથી મળશો – ૧૮ મળ્યા પશ્ચાતું થયું જુદા – બનો ના મેળ એ સ્વપ્ન. કરીને ચિત્તની શુદ્ધિ – મળો તો ભાવથી મળશો – ૧૯ મળ્યામાં ના રહે ખામી – પ્રસંગે મેળને સન્તો. અહો એ મેળની રીતે – મળો તો ભાવથી મળશો – ૨૦ રહે ના ઝેર હૈયામાં – રહે અમૃત સદા મનમાં. ભલા એવા વિચારોમાં – મળો તો ભાવથી મળશો – ૨૧ નિજાભાવતુ ગણી જીવો – કરી મૈત્રી ખરા ભાવે. સદાચારો વિશે પ્રેમે – મળો તો ભાવથી મળશો – ૨૨ વિચારી મેલ વ્યાપકતા – બની તન્મય જીવો સાથે. ખરા સિદ્ધત્વના મેળે – મળો તો ભાવથી મળશો – ૨૩ ત્યજીને સાંકડી દૃષ્ટિ – સકલમાં આત્મતા ઐક્ય પરમ અદ્વૈતના મેળે – હૃદયના ભાવથી મળશો – ૨૪ ત્યજી મમતા સજી સમતા - પરબ્રહ્મ સ્વયં બોધી. બુદ્ધચબ્ધિ શુદ્ધ સંમેલે - હૃદયના ભાવથી મળશો – ૨૫
ॐ शान्तिः ३
“હૃદયના ભાવના પુષ્પ, પ્રભો પૂજુ હુને પ્રેમ, અનુભવ જ્ઞાન દીપકથી, કરું તુજ આરતી જ્યાં ત્યાં, પ્રભો ! તુજથી બને ઐક્ય જ, સદાની પ્રાર્થના એ છે.”
— 120
–