________________
THURSDAY 8 CH APRIL 1915. સંવત ૧૯૩૧ ના ચાતર વદ ૯ ગુરૂવાર તા. ૮ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૨૨ જમાદીલાવલ સ , ૧૩૬૩ ૩. ૫-૯ અ, ૬-૧ પા. ર. ૨૯ કેર :૧૨૨૪
“મળોતો ભાવથી મળશો” પરીક્ષા પ્રેમની સમ્યકુ – કરીને પ્રકૃતિ મેળે. વિવેકે લાભ દેખીને – મળો તો ભાવથી મળશો – ૧ વિચાર્યા વણ ઉતાવળથી – કર્યાથી મેળ ના સારું. વિચારી સર્વ સંબંધો – મળો તો ભાવથી મળશો – ૨ મહત્તા મેળની શી છે ? મહત્તાની પ્રવૃત્તિ શી ? ત્યજીને દંભની વૃત્તિ – મળો તો ભાવથી મળશો – ૩ મળ્યામાં ભેદ ના ભાસે – રહે ના સ્વાર્થની કાતી. ખરું પ્રામાણ્ય ધારીને – મળો તો ભાવથી મળશો – ૪ મળી પશ્ચાતું થયું જુદા – પરસ્પર દ્વેષની વૃદ્ધિ. મળેલું એ ગણી જૂઠું – મળો તો ભાવથી મળશો – ૫ સ્વભાવે મેળ ના આવે – કરો જે મેળ તાણીને. નથી આનન્દ તેથી કંઈ – મળો તો ભાવથી મળશો – ૭ થતો જે મેળ મનમાન્યો – સદા આનન્દ દેનારો. મહત્તા મેળની બોધી – મળો તો ભાવથી મળશો – ૭ રજોવૃજ્યા તમોવૃજ્યા – કરીને મેળ જે મળતા. ક્ષણિક એ મેળના મેળા – મળો તો ભાવથી મળશો – ૮ વહે જુદું હૃદય બાહિરૂ - પ્રપંચોની વહે વૃત્તિ. નથી એ મેળ સન્તોનો – મળો તો ભાવથી મળશો – ૯ કરે ના સ્વાર્થથી કાળું – બની વિશ્વાસનો ઘાતક. ખરો વિશ્વાસ લાવીને – મળો તો ભાવથી મળશો - ૧૦ અનીતિમાં બની મશગુલ – પ્રવૃત્તિ શુદ્ધ ના ધારે. નથી એ મેળનો મેળુ – મળો તો ભાવથી મળશો – ૧૧ નહીં કંઈ ન્યૂનતા લાવે – વિપત્તિમાં પ્રસંગોએ. હૃદયમાં સત્ય અવધારી – મળો તો ભાવથી મળશો – ૧૨
તા િતી ન
પ્રભુ તુજ ભક્તિ એવી કરું, પ્રભુરૂપ થઈને પ્રભુને વરુ
નિર્દોષી લઘુ બાળક પેઠે શ્રદ્ધા પ્રીતિ ધરું. નામ રૂપના મોહને મારી, પ્રભુમય જીવન કરું.”
— S 118
–