SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ લેક રૂપ છે જેમાં તે ચતુરન્ત સંસાર ભયને એક હેતુ હેવાથી કાંતાર (ઉજાડવન) છે, તે ચાર પ્રકારને સંસાર નથી, પણ બધા જીવને સંસ્કૃતિ (ભ્રમણ) રૂપ તથા કર્મ બંધનના કારણે દુઃખરૂપ હોવાથી એક પ્રકારને જ છે, અથવા નારકી દેવતા ન દેખાવાથી તિર્યંચ મનુષ્ય એ બને દુઃખ સુખના ઉત્કર્ષ રૂપે તેની વ્યવસ્થા હેવાથી બે પ્રકારને સંસાર છે, પર્યાયનો આશ્રય લેવાથી અનેક વિધ છે, આવી યુક્તિ ઘટાવીને વાદી કહે છે કે ચાર પ્રકારનો સંસાર નથી, આવું ખોટું મંતવ્ય ન માને, તેમ ચારગતિ રૂપ સંસાર છે એવું માને, વળી વાદી એકવિધ સંસાર કહે છે તેવું સિદ્ધ થતું નથી, કારણ કે તિય તથા મનુષ્ય એવા બે ભેદને પ્રત્યક્ષ દેખાય છે, તે એકવિધ સંસારમાં બે ભેદ ન ઘટે વળી સંભવ અનુમાન વડે નારક અને દેવતાનું અસ્તિત્વ મનાતું હોવાથી બે ભેદ પણ ન કહેવાય, સંભવ અનુમાન આ છે, પુણ્ય પાપનાં ઉત્કૃષ્ટ ફળ ભેગવનારા છે પણ છે, જેમ મધ્યમ ફળ ભેગવનારા તિર્યંચ મનુષ્ય દેખાય છે, તેમ પ્રકૃષ્ટ પુણ્ય પાપ ભગવનારા દેવ અને નારકી પણ હોવા જોઈએ, વળી તિષ દેવે પ્રત્યક્ષ દેખાય છે, તેનાં વિમાને ચંદ્ર સૂર્ય ગ્રહ તારા નક્ષત્રો દેખાય છે, તે વિમાનના રહેનારા કોઈ પણ હોવા જોઈએ, વળી ગ્રહો પાસે વરદાન લેઈને કેટલાક સુખ ભોગવનારા છે, તેથી તેમના અસ્તિત્વનું અનુમાન છે (થોડા વખત ઉપર મરણ પામેલા અદશ્ય
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy