SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૪] સાધર્મિક પાસેથી પણ વિચારીને પરિમિત અવગ્રહ માગવે, નહિ કે વગર વિચારે અપરિમિત. એ પાંચમી ભાવના. એ ભાવનાઓથી મહાવ્રત રૂડી રીતે યાવત્ આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ ત્રીજું મહાવ્રત. ચોથે મહાવ્રત–“સમથન ત છું. એટલે કે દેવ મનુષ્ય તથા તિર્યંચ સંબંધી મિથુન હું ચાવજવત્રિવિધે ત્રિવિધ કરું નહિ.” ઈત્યાદિ અદત્તાદાન માફક બોલવું. તેની આ પાંચ ભાવનાઓ છે. ત્યાં પહેલી ભાવના એ કે નિર્ગથે વારંવાર સ્ત્રીની કથા કહ્યા કરવી નહિ; કેમકે કેવળી કહે છે કે વારંવાર સ્ત્રી કથા કરતાં શાંતિને ભંગ થવાથી નિગ્રંથ શાંતિથી તથા કેવળી ભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય. માટે નિર્ગથે વારંવાર સ્ત્રી કથાકારક ન થવું એ પહેલી ભાવના. બીજી ભાવના એ કે નિર્ગથે સ્ત્રીઓની મનહર ઇંદ્રિ જેવી કે ચિંતવવી નહિ. કેમકે કેવળી કહે છે કે તેમ કરતાં શાંતિ ભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિર્ગથે સ્ત્રીઓની મનહર ઇદ્રિ જેવી કે તકાસવી નહિ. એ બીજી ભાવના. ત્રીજી ભાવના એ કે નિર્ગથે સ્ત્રીઓ સાથે પૂર્વે રમેલી રમત–કીડાઓ યાદ ન કરવી; કેમકે કેવળી કહે છે કે તે યાદ કરતાં શાંતિ ભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિર્ગથે સ્ત્રીઓ સાથે પૂર્વે મેલી રમત ગમતે સંભારવી નહિ. એ ત્રીજી ભાવના.
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy