SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૯૮] बद्धो य बंधहेउ बंधणबंधप्फलं सुकहियं तु । संसारपवंचोऽवि य इहयं कहिओ जिणवरेहिं ॥ ३३६ ।। नाणं भविस्सई एवमाइया वायणाइयाओ य । सज्झाए आउत्तो गुरुकुलवासो य इय नाणे ॥३३७ ॥ જીનેશ્વરનું વચન જેવી રીતે પદાર્થો છે તેવી રીતે સંપૂર્ણ પદાર્થોનું વર્ણન કરે છે, તેથી તે પ્રવચન કહેવાય છે. અને તે જ્ઞાન ભણવાથી મેક્ષનું પ્રધાન અંગ સમ્યફ દર્શન પ્રગટ કરે છે. કારણ કે તત્ત્વનું સ્વરૂપ જાણીને તેમાં શ્રદ્ધા કરવી તેજ સમ્યગ દર્શન છે. જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ નવ ત છે, તે નવ પદાર્થોને નવતત્વજ્ઞાનના અથી એ બરાબર જાણવા જોઈએ અને તે જાણવાનું સાધન જિનેશ્વરના વચનમાંજ છે. વળી આ જિનવચનમાંજ પરમાર્થ રૂપ છેવટનું કાર્ય મેક્ષ છે તે મેક્ષ મેળવવાની ક્રિયા કરવામાં મહાન ઉપકારક સમ્ય દર્શન જ્ઞાન–ચારિત્ર મુખ્યપણે છે. કારક (કિયા કરનાર) સાધુ સમ્યગ દર્શન વિગેરેનું અનુષ્ઠાન બરાબર કરનાર છે અને તે પ્રમાણે કિયા કરવાથી આજ જૈન દર્શનમાં છેવટે મોક્ષની પ્રાપ્તિ છે તેજ ક્રિયાસિદ્ધિ જાણવી તેને બતાવે છે. પ્રથમ કર્મબંધનનું સ્વરૂપ જાણવું અને તેમાં વિરક્ત, થવું તેથી કર્મક્ષય થતાં મેક્ષ પ્રાપ્તિ થાય, આવી ક્રિયા બૌદ્ધ વિગેરે દર્શનમાં ન હોવાથી મેક્ષની ક્રિયાસિદ્ધિ પણ અશકય છે.
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy