SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૭] વળી ગૃહસ્થના ઘરમાં ગોચરી પાણી લેવા જતાં પિતાનાં બીજાં પાત્રો સાથે લેઈ જાય, તેજ પ્રમાણે પરગામ વિહાર કરતાં ભણવા જતાં સ્પંડિત જતાં પિતાનાં પાત્રો સાથે લઈ જવાં. એ બધું વસ્ત્ર એષણા માફક જાણવું, પણ ફક્ત અહીં પાત્ર સંબંધી જાણવું. વિશેષ એ ધ્યાનમાં રાખવું, કે વરસાદ કે ઝાકળ પડતું હોય તે પાત્રો સાથે ન જવું. આજ સાધુની સર્વ સામગ્રી છે કે હમેશાં યાતનાથી વર્તવું. છતિ પાત્ર એષણા. છઠું અધ્યયન સમાપ્ત થયું. સાતમું અધ્યયન અવગ્રહ પ્રતિમા. છઠું અધ્યયન કહીને સાતમું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, પિંડ શય્યા વસ્ત્ર પાત્ર વિગેરેની એષણાઓ અને વગ્રહને આશ્રયી થાય છે, તેથી આવા સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગ દ્વારા કહેવા જોઈએ, તેમાં ઉપકમની અંદર રહેલ અર્થાધિકાર આ છે, કે સાધુએ આ પ્રમાણે વિશુદ્ધ અવગ્રહ લે,નામનિષ્પન્ન નિક્ષેપમાં “અવગ્રહ પ્રતિમા એવું નામ છે, તેમાં અવગ્રહના નામ સ્થાપના નિક્ષેપ સુગમ હેવાથી છોડીને દ્રવ્ય વિગેરે ચાર પ્રકારને નિક્ષેપ નિયુક્તિકાર બતાવે છે. दव्वे खित्ते काले भावेऽवि य उग्गहो चउद्धा उ । देविंद १ रायउग्गह २ गिहवइ ३ सागरिय ४ साहम्मी ॥३१६॥
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy