SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦૮] ખાણમાં ઉત્પન્ન થએલ મીઠું તથા ઉભિજ તે સમુદ્રનું મીઠું ભૂલથી આપે, તે વખતે સાધુએ તેના હાથમાં કે વાસણમાંથી તપાસીને લેવું કે ભૂલથી ખાંડને બદલે મીઠું ન આવે, પણ કદાચ બંનેને ઉતાવળ હોવાથી સાધુના પાત્રમાં આવી ગયું હોય અને થોડે દૂર ગયા પછી સાધુને ખબર પડે તે પાછો આવીને તે ગૃહસ્થને કહે કે, આ તમે ખાંડને બદલે મીઠું આપેલ છે તે જાણમાં કે અજાણમાં? જે અજાણમાં આપ્યાનું કહે અને પછી એમ કહે કે તમને જે ખપ હોય તે વાપરજે, આ પ્રમાણે ગૃહસ્થ જે રજા આપે તે પ્રાસુક હોય તે સાધુએ વહેંચીને ખાવું, કદાચ અપ્રાસુક આવે અને ગૃહસ્થ પાછું ન લે તે પરઠવવાનો મહાન દેષ જાણીને પિતે ખાય પીયે, વધારે હોય તે નજીક રહેલા ઉત્તમ સાધુએને વહેંચી આપે, તેવા સાધર્મિક ન હોય તે પિતાની શક્તિ પ્રમાણે વાપરે, (બાકીનું પરઠવી દે.) આ સાધુનું સર્વથા સાધુપણું છે. (એટલા માટે બને ત્યાં લગી ગોચરી જનારે ગોચરીમાંજ પુરતું લક્ષ્ય રાખીને વસ્તુ લેવી કે પછવાડે આવી તકલીફ ન પડે.) દશમે ઉદ્દેશ સમાપ્ત.
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy