SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] યુક્ત તે પ્રશ્રય (ભક્તિ) વિગેરેથી યુક્ત આ પ્રમાણે સૂરિ (આચાર્ય) પ્રવચનના કથનમાં એગ્ય જાણ. (આવા ગુણે વાળા આચાર્ય સૂત્ર અર્થે ભણવે) એ અનુગના મેટા નગરમાં પેસવાની માફક (જૈન સિદ્ધાંતમાં પિસવાને માટે ચાર અનુયોગ દ્વારે તેજ વ્યાખ્યાન અંગ છે) તે કહે છે (૧) ઉપકમ, (૨) નિક્ષેપ, (૩) અનુગમ, (૪) નય, તેમાં ઉપકમ તે ઉપકમણ અથવા જેના વડે ઉપકમ કરીએ અથવા જેને કરીએ અથવા જેમાં કરીએ તેને અર્થ આ થાય છે કે કહેવાના શાસ્ત્રને પૂરું સમજાવવા માટે શિષ્યનું તે તરફ લક્ષ ખેંચવું તે ઉપક્રમ આ ઉપકમ બે પ્રકારે છે (૧) શાસ્ત્ર સંબંધી તથા (૨) લેક સંબંધી શાસ્ત્ર સંબંધી અનુપૂર્વી નામ, પ્રમાણ, વક્તવ્યતા, અર્થાધિકાર, અને સમવતાર, એમ છ પ્રકારે છે. નિક્ષેપણ તે નિક્ષેપે જેના વડે જેનાથી જેમાં થાય તે નિક્ષેપ છે. ઉપકમમાં લાવેલા સાંભળનાર શિષ્યને પાસે લાવીને કહેવાના શાસ્ત્રનું નામ વિગેરે બતાવવું. તે ત્રણ પ્રકારે છે. એઘ નિષ્પન્ન, નામનિષ્પન્ન, સૂવાલાપકનિષ્પન્ન, તેમાં અંગ અધ્યયન વિગેરેનું સામાન્ય નામ સ્થાપવું તે એઘ નિષ્પન્ન છે, અને આચાર, શાસ્ત્ર, પરિક્ષા, વિગેરે, વિશેષ અભિધાન નામ સ્થાપવું અને સૂત્રના આલાવાનું નામ વિગેરે સ્થાપવું, તે સૂત્ર આલાપક નિષ્પન્ન જાણવું.
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy