SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ કવિ સહજસુંદરની રાસકૃતિ પક્ષી મટીને મનુષ્ય બની શકે તેમ ન હતા. પૂર્ણાંકના ફળરૂપે તેણે આ શાપ સ્વીકારી લીધા હતા. આ જ કારણથી સાહેલી પણ રાતસિ દુ:ખમાં જ પસાર કરવા લાગી. તેણે પોપટને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યાં, પણ સફળ ન થયા. આવી વિપરીત પરિસ્થિતિથી બંને સર્ચિંત બનીને આંસુ સારવા લાગ્યાં, અને તેનો ઉપાય શેાધવા લાગ્યા. તે જ સમયે અચાનક આકાશમાંથી કઈ દેવની. વાણી સ ંભળાઈ. તે અનુસાર ઉત્તર-પશ્ચિમ દિશાની વચ્ચે નંદનવન સરખું એક વન હતું. પાંચે વહુ'નાં પુષ્પો ત્યાં ખીલતાં. એ મણિમય ભૂમિમાં દેવી-દેવતાઓનો વાસ હતો. ત્યાં બહુરૂપી નામે એક વૃક્ષ હતું. એ વૃક્ષના રસમાં સ્નાન કરનાર પુરુષ બની શકે. આ સાંભળીને સૂડો સાવધાન બન્યા. તત્ક્ષણુ તે નજીકમાં જ આવેલા તે વનમાં પહેાંચ્યા. તરુરસથી સ્નાન કરીને પુરુષરૂપ પામ્યો. સર્વત્ર આનંદ વતી રહ્યો. સાહેલી સૂડાનાં લગ્ન થયાં. બંનેએ સાથે રહીને વિવિધ પ્રકારનાં સુખ ભોગવ્યાં. આ રીતે અનેક વર્ષો સુધી લીલાવિશ્વાસ કરતાં એક સમયે વસંતઋતુમાં તેઓ વિહાર કરી રહ્યાં હતાં, ત્યાં કાગડાને ઘેર હંસીને પત્નીરૂપે રહેતાં જોઈ. કામદેવની આણુ જાતિ-કુજાતિનો વિવેક પણ વિસરાવી દે છે એવી પ્રતીતિ થતાં શુકરાજના મનમાં વૈરાગ્ય જાગ્યા. ગુરુનાં મેધવચનો સાંભળતાં તે તાપસ અન્યા. અનેક વર્ષો સુધી તપ કરીને તે સ્વગે` ગયા. કવિ અંતમાં તેનું માહાત્મ્ય વર્ણવતાં જણાવે છે કે જે આ કથાનું શ્રવણમનન–પઠન કરશે તે સુખવાસ પામશે. For Private and Personal Use Only
SR No.034242
Book TitleKavi Sahajsundarni Ras Krutio
Original Sutra AuthorN/A
AuthorNiranjan Shwetktu Vora
PublisherPrakrit Vidyamandal
Publication Year1989
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy