________________
મારી સંગીતકલાકથા
(લેખક મુનિશ્રી યશોવિજયજી) મારી યાદદાસ્ત મુજબ હું જ્યારે દસેક વર્ષને હતા ત્યારે મારી જન્મભૂમિ હભેઈની જૈન પાઠશાળામાં હું ધાર્મિક અભ્યાસ કરતા હતા તે " સમયની આ વાત છે. ડભેદ એ વડોદરા રાજ્યના પ્રથમ કક્ષાના શહેર પૈકીનું એક શહેર છે. તે વખતે ત્યાં વિદ્યાપ્રિય અને પ્રજાપ્રિય શ્રીમતી સરકાર સયાજીરાવ ગાયકવાડનું રાજ્ય હતું. વિદ્યા-કલાના પ્રેમી મહારાજાને સંગીતવિદ્યા પ્રત્યે અત્યન્ત આદર હતું અને તેને તેમણે અજબ શોખ હતે એટલે એમણે તેમના મુખ્ય મુખ્ય શહેરોમાં સંગીતશાળાઓ પ્રજાને સંગીતપ્રવીણ બનાવવા માટે સ્થાપી હતી. એમાં ડભોઈ આવી જતું હતું અર્થાત ડભોઈમાં પણ તે શાળા શરૂ થઈ ગઈ હતી. આ શાળાને સમય કાયમ માટે સાંજને હતે. ગુજરાતી શાળાના કેન્દ્રિય મહાખંડમાં આ શાળા ચાલતી હતી અને તે વખતે આ શાળાના શિક્ષક તરીકે એતિહાસિક શહેર આમાના વતની અને “વજ' ભાષામાં સેંકડે ગીત રચનાર સરસ પિયા કાલેખના સુપુત્ર ઉસ્તાદ ગુલામ રસુલખાંસાહેબ હતા. એઓ આ વિદ્યાના શ્રેષ્ઠ વિદ્વાન ગણાતા હતા અને ભારતવિખ્યાત સંગીનિષ્ણાત સ્વ. શ્રી ફૈયાઝખાંના ભાણેજ થતા હતા. આ શાળામાં શહેરના વિવિધ કામના વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા હતા. એમાં બેત્રણ મારા મિત્રો પણ હતા. હું પણ તેમાં દાખલ થયો. | દર્શાવતી શ્રી પાર્શ્વજિન સંગીતમંડળની સ્થાપના
મારા શાળા પ્રવેશ પૂર્વે ભઈ સંધના અગ્રણી કુટુંબના શેઠ. ચુનીલાલના સુપુત્ર શ્રી મૂલજીભાઈ આ શાળામાં સારું જ્ઞાન મેળવી રહ્યા હતા. તેમણે શાળાના એક સારા વિદ્યાર્થી તરીકેની નામના ત વિદ્યાગુરુની સારી એવી ચાહના મેળવી હતી.