SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ ] વૈરાગ્યના ભેદ, જે ભેગી હોય તે ઉદ્વિગ્ન શી રીતે થાય? તે શંકાપર કહે છેधर्मशक्तिं न हन्त्यत्र भोगयोगो बलीयसीम् । हन्ति दीपापहो वायुज्वलनं न दवानलम् ॥ २० ॥ મૂલાર્થ–આ સમ્યગ્દષ્ટિ જનને વિષે ભગનો વેગ મોટી એવી ધર્મશક્તિને હણતો નથી. જેમ દીવાને બુઝવનારે વાયુ દેદીપ્યમાન દાવાનળને હણું શકતા નથી–બુઝવતા નથી તેમ. ૨૦. ટીકાર્થ–આ સમ્યગ્દષ્ટિ જનને વિષે ભેગને સંગ બળવાન એટલે અતિ મોટી એવી ધર્મશક્તિને એટલે શ્રદ્ધાવડે યુક્ત એવી વૈરાગ્યની પરિણતિને હણત નથી-નાશ કરતું નથી. આ વાતને દૃષ્ટાંત વડે સિદ્ધ કરે છે–દીવાને બુઝવનારે વાયુ દીવાને જ હણે છે, પણ વાયુના સંસર્ગથી ઉલટા વધારે દીપ્ત થનારા દાવાનળને હણતો નથી. અર્થાત ભેગનો સંગ અલ્પ ધર્મશક્તિને હણું શકે છે, પણ બળવાન-મેટી ધર્મશક્તિને હણું શકતો નથી. ૨૦. - પૂર્વોક્ત અર્થની જ સ્પષ્ટતા કરે છે बध्यते बाढमासक्तो यथा श्लेष्मणि मक्षिका। शुष्कगोलवदश्लिष्टो विषयभ्यो न बध्यते ॥२१॥ મૂલાર્થ– લેમને વિષે મક્ષિકાની જેમ વિષયોને વિષે અત્યંત આસક્ત થયેલે પુરૂષ બંધાય છે. અને શુષ્ક માટીના પિંડની જેમ વિષયથી આશ્લેષ નહીં પામેલ મનુષ્ય બંધાતો નથી. ૨૧. ટીકાર્થ–હે વત્સ! અત્યંત આસક્ત એટલે વિષયના વિપાકને નહીં જાણવાથી ભોગતૃષ્ણાવડે પીડાયેલે મનુષ્ય તેના હેતુભૂત વિષયવડે પાપકર્મથી બંધાય છે–સંશ્લિષ્ટ થાય છે. જેમ મુખમાંથી નાસિકાદ્વારે નીકળેલા કફપિંડમાં માખી ચટે છે તેમ માખી જે અજ્ઞાની ભેગી મસમાન ગાઢ સ્નિગ્ધ અને દુર્ભેદ્ય એવા કર્મને વિષે બંધાય છે. અને પરિણામને વિષે દારૂણ એવા વિષયોથી નહીં આલેષ પામેલે એટલે વાસનાની નિવૃત્તિ થવાથી ભગતૃષ્ણની મંદતાને લીધે અંતરાત્માવડે આસક્તિ નહીં પામેલો પુરૂષ પાપકર્મરૂપ મજબુત દેરડાવડે બંધાતું નથી. કેની જેમ? તે કહે છે. જેમ શુષ્ક માટીનો પિંડ ભીંત વિગેરે પર લગાડયા છતાં પણ ચુંટતો નથી-જૂદ રહે છે, તેમ શુષ્ક માટીના પિંડદશ વિષયના વિપાકને જાણનાર સક્ષ પરિણુમવાળો જીવ જાણુ. તેને કમને બંધ મેક્ષની પ્રાપ્તિમાં વ્યાઘાતનું કારણ થતો નથી. પરંતુ વેદેાદયને સ્પર્શવડે કાંઈક પ્રદેશ ઉદયાદિકને ગ્ય જ કર્મબંધ થાય છે. ૨૧, Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy