SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અપરાધી થયેલા બંદી (કેદી)ની જેમ નવી નવી જાતિના પરાભવને પામે છે, માટે તેને નવીન બંધનની ઉપમા આપી છે. તથા તે કારાગૃહ ધન અને યૌવનાદિકથી ઉત્પન્ન થયેલા અભિમાનરૂપી અપવિત્ર પદાર્થ (વિષ્ટાદિક)થી ભરેલું છે, અર્થાત અભિમાની મનુષ્ય અપકીર્તિરૂપ દુધને પામે છે. તથા તે કારાગૃહ ધન પુત્રાદિકના વિયોગથી ઉત્પન્ન થયેલાં વ્યસને-કોરૂપી બલેના સર્પના નિવાસસ્થાનના સંસર્ગથી દારૂણભયંકર છે. ૮૩. આ સંસાર સ્મશાનરૂપ છે એમ વિચારવું, તે કહે છે – महाक्रोधो गृध्रोऽनुपरतिशृगालीव चपला . स्मरोलूको यत्र प्रकटकटुशब्दः प्रचरति । प्रदीप्तः शोकाग्निस्ततमपयशोभस्म परितः स्मशानं संसारस्तदभिरमणीयत्वमिह किम् ॥ ८४ ॥ મૂલાઈ–જેને વિષે મહાધરૂપી પ્રપક્ષી રહેલા છે, ચપળ એવી એવિરતિરૂપ શીયાળણ રહેલી છે, કામદેવરૂપી ઘુવડ પ્રગટ રીતે કટુ શબ્દ કરતે સ્વેચ્છાએ ફર્યા કરે છે, શકરૂપી અગ્નિ પ્રદિપ્ત રહેલો છે, તથા જેમાં ચોતરફ વિસ્તાર પામેલા અપયશરૂપી ભસ્મના ઢગલા જોવામાં આવે છે. એ પ્રમાણે હોવાથી આ સંસાર સ્મશાન સદશજ છે, તેથી તેમાં રમણીયતા શી છે? કાંઈ જ નથી. ૮૪. ટીકાર્ય–આગળ કહેવામાં આવતાં કારણોથી આ પ્રત્યક્ષ દેખાતે સંસાર સ્મશાન સદશ છે એમ જાણવું. આ સંસારરૂપી સ્મશાનમાં મનને સુંદરતા–પ્રસન્નતા ઉત્પન્ન કરનારી શી વસ્તુ છે? કાંઈજ નથી. કેમકે ભવરૂપી સ્મશાનમાં મહા અનંતાનુબંધી ક્રોધ કે જે ઉત્પન્ન થયા પછી અકાર્ય કર્યા વિના નિવૃત્તિ જ પામતો નથી તેવા મહાકોધરૂપી ગુધ-માંસાહારી પક્ષી રહેલા છે. પિતાના અને બીજાના રૂધિર તથા માંસને ખાનાર હોવાથી તેને આ પ્રમાણે ઉપમા આપી છે. તથા માંસાદિ ભક્ષણ કરવામાં ચપળ એવી અવિરતિરૂપી શીયાળણી ભ્રમણ કરે છે. અવિરતિમાનું સર્વભક્ષી હોવાથી તિર્યંચના સ્વભાવવાળે છે, તેથી તેને તેની ઉપમા આપી છે. તથા કામદેવરૂપી ઘુવડ પ્રગટ રીતે કટક-વિવેકીજનને દુઃખદાયી શબ્દ કરતે સ્વેચ્છાએ પરિભ્રમણ કરે છે. કામદેવ દિવસે દેખી શકતું નથી (પ્રાયે દિવસે ઉત્પન્ન થત નથી), દુષ્ટ ભાષણ કરનાર હોય છે, અને સ્વેચ્છાચારી હોય છે, તેથી તેને તેવી ઉપમા આપી છે. તથા જ્યાં શેકરૂપી-ઈષ્ટ વસ્તુના વિશે Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy