SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૦ ) तदेवं निर्दभाचरणपटुना चेतसि भवस्वरूपं संचिन्त्यं क्षणमपि समाधाय सुधिया। . इयं चिन्ताध्यात्मप्रसरसरसीनीरलहरी .. सतां वैराग्यास्थाप्रियपवनपीना सुखकृते ॥ ७६ ॥ મૂલાઈ–તે માટે ઉપર કહ્યા પ્રમાણે નિદૈભપણું આચરણ કરવામાં નિપુણ એવા બુદ્ધિમાને એક ક્ષણવાર પણ મનને સ્થિર રાખીને ચિત્તમાં સંસારના સ્વરૂપનું ચિંતવન કરવું. આ ભવસ્વરૂપની ચિંતા (ચિંતવન) અધ્યાત્મના વિસ્તારરૂપ સરોવરના જળકલ્લોલ જેવી છે. તે વૈરાગ્યની આસ્થારૂપ સુંદર વાયુથી પુષ્ટ થઈને પુરૂષને સુખદાયી થાય છે. ૭૬ ટીકાર્ય–તેમાટે–દંભન દેષ જાણવાથી દંભરહિત ધર્મનું આચરણ કરવામાં નિપુણ-કુશળ એવા બુદ્ધિમાને એટલે સારી રીતે આત્માનું હિત વિચારનારા પુરૂષે એક ક્ષણવાર પણ એટલે ચિરકાળસુધી ચિંતન કરવામાં જે અશક્ત હય, તેણે અલ્પકાળ પણ ભવનું સ્વરૂપ–ચાર ગતિરૂપ સંસારનું-જન્મ, જરા, વિપત્તિ વિગેરેનું સ્વરૂપ મનને વિષે સમાધિપૂર્વક-સારી રીતે મનને સ્થિર કરીને એટલે વિચારવડે ગ્રહણ કરીને ચિંતવન કરવું-સૂક્ષ્મદષ્ટિથી વિચારવું. આ ભવસ્વરૂપની ચિંતા (વિચાર) અધ્યાત્મના વિસ્તાર-ઉદ્દભવરૂપી નાના તળાવના જળતરંગરૂપ છે. તે ચિંતા વૈરાગ્યની-સંસાર ઉપરની ઉદાસીનતાની આસ્થા-ચિરસ્થાયી સ્થિરતારૂપ મનહર વાયુવડે પુષ્ટ થઈને સપુરૂષના સુખને માટે–પરમ જ્ઞાનાનંદની ઉત્પત્તિને માટે થાય છે. એટલે પુરૂષોને પરમાનંદદાયી થાય છે. ૭૬. આ સંસાર મહાભયંકર સમુદ્ર જેવો છે, એમ વિચારવું. તે કહે છેइतः कामौर्वाग्निज्वलति परितो दुःसह इतः पतन्ति ग्रावाणो विषयगिरिकूटाद्विघटिताः । इतः क्रोधावर्तो विकृतितटिनीसंगमकृतः समुद्रे संसारे तदिह न भयं कस्य भवति ॥ ७७ ॥ મૂલાર્થ–આ એક તરફ દુઃસહ એવો કામરૂપી વડવાનલ ચોતરફ બળ્યા કરે છે, આ બીજી બાજુએ વિષયરૂપી પર્વતના શિખર પરથી તૂટી પડેલા પથ્થરો પડે છે, અને આ તરફ વિકારરૂપી નદીઓના સંગમથી ઉત્પન્ન થયેલા ક્રોધરૂપી આવર્તી (જળભ્રમણ ) દેખાય છે. તો આવા સંસારરૂપી સમુદ્રમાં કેને ભય ઉત્પન્ન ન થાય? ૭. Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy