SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ અધ્યાત્મસાર ભાષાંતર. [ ષષ્ઠ – કે તે ફરીને જ્ઞાનાવરણથી આવૃત થાય છે. આ પ્રકારે અહા ! ઘણા ખેદની વાત છે કે વસ્ત્રાદિકને ધારણ કરવામાં શું અઘટિત છે? કાંઇ જ નથી. ૧૮૭. भावलिंगात्ततो मोक्षो भिन्नलिंगेष्वपि ध्रुवः । कदाग्रहं विमुच्यैतद्भावनीयं मनस्विना ॥ १८८ ॥ મલાથે—તેથી કરીને ભિન્ન લિંગવાળાને વિષે પણ ભાવલિંગથી અવશ્ય મેક્ષ છે. માટે કદાગ્રહને મૂકીને મનસ્વી પુરૂષે આ વિષે સારી રીતે વિચાર કરવા. ૧૯૮. ટીકા”—તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુઓની પરંપરાએ કરીને ભાવલિંગથી એટલે સમ્યગ્ દર્શન વિગેરેની પ્રાપ્તિથી ભિન્ન લિંગને વિષે પણ એટલે જિનેશ્વરે કહેલા વેષથી બીજા અન્ય તીર્થિકના વેષને વિષે પણ અવશ્યપણે મોક્ષ થાય છે, તેા પછી જેમણે જૈન ધર્મ જાણ્યા છે, એવા વસ્ત્રાદિક ધારણ કરનાર મુનિઓના અપરાધ છે કે તેના વસ્ત્રને લીધે મોક્ષ ન થાય? તેના કાંઈ પણ અપરાધ નથી, માટે કદાગ્રહને છોડીને પૂર્વે કહેલી હકીકતના મનસ્વી પુરૂષે સારી રીતે વિચાર કરવા. ૧૮૯. अशुद्धयतो ह्यात्मा बद्धो मुक्त इति स्थितिः । न शुद्ध नयतस्त्वेष बध्यते नापि मुच्यते ॥ १८९ ॥ મૂલાથે—આત્માની અશુદ્ધ નયથી અ ૢ અને મુક્ત એવી સ્થિતિ કહેવાય છે. પરંતુ શુદ્ધ નયથી તે આ આત્મા બંધાતા નથી, તેમ જ મુક્ત પણ થતા નથી. ૧૮૯: ઢીકાર્ય—આત્મા અશુદ્ધ નયથી એટલે ઉત્પાદ અને વ્યયને ગ્રહહ્યુ કરનાર નૈગમાદિક નયના પક્ષના આશ્રય કરવાથી અહં એટલે કર્મવડે આરિલષ્ટ છે, તથા મુક્ત એટલે કર્મરહિત છે, એ પ્રમાણે નવસ્થાવાળા કહેવાય છે. પરંતુ આ જીવ શુદ્ધ નયથી એટલે ઉત્પાદ અને વ્યયરહિત વસ્તુનું સમર્થન કરવાવડે કરીને પત્ર સંગ્રહ ( શુદ્ધ ) નયના આશ્રય કરવાથી અદ્ધ પણ થતા નથી, કારણ કે સદા એકજ સ્વરૂપ છે. તેમ જ મુક્ત પણ થતા નથી, કારણ કે સર્વદા બંધથી રહિત છે. ૧૮૯. હવે ઉપસંહાર કરતાં કહે છે. अन्वयव्यतिरेकाभ्यामात्मतत्त्वविनिश्चयम् । नवभ्योऽपि हि तत्त्वेभ्यः कुर्यादेवं विचक्षणः ॥ १९० ॥ Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy