SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યામસાર ભાષાંતર - હવે તે બન્નેને ઉપસંહાર કરે છે– " નયત સંવરાવસંથા * સંસાuિrt = સિદ્ધાનાં જ શુદ્ધનંતો મિજા | ૨૫૪ મૂલાઈ–આ પ્રમાણે અશુદ્ધ નયથી સંસારી છોને સંવર તથા આશ્રવની કથા છે, પણ સિદ્ધજીને શુદ્ધ નયથી કાંઈપણ ભેદ નથી. ૧૫૪. ટીકર્થ આ પ્રમાણે એટલે પૂર્વ કહ્યા પ્રમાણે અશુદ્ધ નયથી એટલે સામાન્ય અને વિશેષ અંશની શુદ્ધિ વિગેરે વસ્તુધર્મને ગ્રહણ કરવાવડે કરીને અશુદ્ધ એવા નગમાદિક દ્રવ્યાક નયને સ્વીકાર કરવાથી સંસારી અને માટે સંવર અને આશ્રવની કથા એટલે વિચાર અથવા રચના પ્રવર્તે છે. અને મુક્ત અને માટે તે શુદ્ધ નયથી એટલે સર્વ અંશે શુદ્ધ એવા પર્યાયાર્થિક નયને આશ્રય કરવાથી ભેદ છે જ નહીં. તેથી ત્યાં સંવર અને આશ્રવને વિચાર જ નથી. ૧૫૪. . હવે નિર્જરા વિષે કહે છે. (નિર્જરાનું લક્ષણ કહે છે – निर्जरा कर्मणां शाटो नात्मासौ कर्मपर्ययः। येन निर्जीयेते कर्म स भावस्त्वात्मलक्षणम् ॥ १५५ ॥ મૂલાઈ-કર્મને નાશ એ નિર્જરા કહેવાય છે. આ નિર્જરા કર્મને પર્યાય હેવાથી આત્મારૂપ નથી. પરંતુ જે ભાવવડે કર્મ નિર્જરાય છે, તે ભાવ આત્માનું લક્ષણ જાણવું. ૧૫૫. ટકાઈ–કર્મોને એટલે જ્ઞાનાવરણદિક કર્મ પુદગળને શાટ એટલે આત્મપ્રદેશથી છુટા પડવું તે નિર્જરા કહેવાય છે. આ નિર્જરા કર્મને પર્યાય છે એટલે કર્મને જજુદી અવસ્થાની પ્રાપ્તિરૂપ છે. ભાવાર્થ એ છે કે-કર્મના પુદગળો જ કર્મની અવસ્થાને ત્યાગ કરીને અકમરૂપ અવસ્થાને પામે છે. તેથી કરીને તે નિર્જરા આત્મરૂપ નથી. પરંત જે વિશદ્ધ ભાવે કરીને કર્મ એટલે પૂર્વે ઉપાર્જન કરેલા જ્ઞાનાવરણાદિક કમરાશિ નિર્જરાય છે એટલે જીવ પિતાના આત્મપ્રદેશથી તેને છુટા પાડીને અદા કરે છે, તે ભાવ જ એટલે બોધથી વૃદ્ધિ પામેલા તપ અને ચારિત્રમય પરિણામ જ એટલે તદ્રુપ આત્માનું લક્ષણ જ નિર્જરારૂપ થાય છે. ૧૫૫. નિર્જરાનું કારણ ભાવતપ છે, માટે તેનું સ્વરૂપ બતાવે છે– सत्तपो द्वादशविधं शुद्धज्ञानसमन्वितम् । आत्मशक्तिसमुत्थानं चित्तवृत्तिनिरोधकृत् ॥ १५६ ॥ Aho ! Shrutgyanam,
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy