SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ.] અયાગ્રહનો ત્યાગ. ટીકાર્થ–પૂર્વે કહેલી આ અસંગ યિા જેનું ફળ અથવા વાક્યર્થ ધ્યાન જ છે એવી ક્રિયા પ્રારબ્ધ જન્મના સંક૯પથકી એટલે દરેક જન્મને વિષે સંચિત કરેલા દેહાદિ નિમિત્ત કર્મના અને તેથી પ્રાપ્ત થયેલા જન્મના એટલે અનાદિ પ્રવાહે કરીને પ્રાપ્ત થયેલા વર્તમાન ભવના સંકલ્પથીચિંતનથી અથવા જાણવાથી પોતાના ચિત્તને પાછું વાળીને એટલે બીજા વિષથકી ખેંચી લઈને આત્મજ્ઞાનને માટે–આત્મસ્વરૂપને જાણવા માટે સમથે થાય છે. ધ્યાન પણ આત્મજ્ઞાનને માટે થાય છે, તેથી ધાનીને અસંગ ક્રિયાજ હોય છે. ૧૩. કહેલા અર્થને જ વિશેષ કહે છે – स्थिरीभूतमपि स्वान्तं रजसा चलतां व्रजेत् । प्रत्याहृत्य निगृह्णाति ज्ञानी यदिदमुच्यते ॥ १४ ॥ મૂલાર્થિ–મન સ્થિર થયું હોય તે પણ રાગાદિકે કરીને તે ચંચળપણને પામે છે. તેથી જ્ઞાની તેને પાછું ખેંચીને તેને નિગ્રહ કરે છે. તે વિષે નીચે પ્રમાણે કહ્યું છે. ૧૪. ટીકાર્થ–મન સ્થિર થયું હોય તે પણ તે રાગાદિક સમૂહના ઉદયથી પાછું ચપળતાને પામે છે. માટે તેવા મનને ધ્યાનના વ્યાપારવડે પાછું ખેંચીને જ્ઞાની પુરૂષ તેને નિગ્રહ કરે છે, એટલે પિતાને વશ કરે છે, તે વિષે નીચે પ્રમાણે કહ્યું છે. ૧૪. તે જ બતાવે છે – शनैः शनैरुपशमेद्बुद्ध्या धृतिगृहीतया। आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ॥१५॥ મૂલાર્થ–પ્રતિવડે ગ્રહણ કરેલી બુદ્ધિએ કરીને ધીમે ધીમે ઉપરામ પામ, પછી મનને આત્માને વિષે સ્થિર કરીને કોઈ પણ વિચાર કરે નહીં. ૧૫. ટીકાળે તિવડે એટલે સ્થિરતા અથવા સંતવવડે પ્રાપ્ત થયેલી બુદ્ધિએ કરીને ધીમે ધીમે વિરતિ પામવી. ચિત્તને પાછું વાળવું. ત્યારપછી ચિત્તને આત્માને વિષે સ્થિર કરીને પછી સર્વથી નિવૃત્ત થયેલ હોવાથી કોઈ પણ ચિંતવવું નહીં. અથોત કેઈ પણ વિષયમાં મનને રાખવું નહીં; મનને નિરોધ કર. ૧૫. કહેલા અર્થની સિદ્ધિને માટે અનુક્રમ કહે છે – यतो यतो निःसरति मनश्चञ्चलमस्थिरम् । ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥ १६ ॥ Ahol Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy