SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ પ્રબંધ ] સમકિત અધિકાર ગમનની ગ્યતા અર્થાત જીવને અનાદિ પારિણુમિક ભાવ. અને તથા એટલે તે અનિયત પ્રકારે જે ભવ્યતા તે તથા ભવ્યતા કહેવાય છે. “ એટલે કે ભવ્યતા પિતે જ પોતપોતાના કાળ, ક્ષેત્ર, ગુર્વાદિક દ્રવ્યના લક્ષણવાળી સામગ્રીના ભેદથી નાના પ્રકારના જીવનને વિષે વિચિત્ર પ્રકારે રહે છે, તે જ તથાભવ્યતા કહેવાય છે. જો એમ ન માનીએ અને સર્વ પ્રકારે એક સરખી જ યોગ્યતા માનીએ તે સર્વ ભવ્ય જીવોને એકી વખતે જ ધર્માદિકની પ્રાપ્તિ થાય, અને તેથી કરીને તરત જએકી વખતે જ સર્વ ભવ્યોનો મોક્ષ પણ થાય. માત્ર એકલી ભવ્યતાને જ હેતુ પણે સ્વીકાર કરીએ તો તેમ થાય, પણ તેવું તે છે નહીં. માટે બીજા પણ સાધનોની અપેક્ષા હોવી જોઈએ. તે સાધને બતાવે છે –વીર્ય, ઉત્સાહ વિગેરે ગુણો પણ મક્ષનાં સાધન છે, એવે અમારે મત છે, પરંતુ તથા ભવ્યતા, વીર્ય, ઉત્સાહ અને સમ્યગ્દર્શન વિગેરે ગુણો પરસ્પર સહકારી એટલે એકઠા થઈને જ કાર્ય કરનાર હોવાથી મોક્ષના સાધક થાય છે. જેમ ઘટની સિદ્ધિમાં દંડ-લાકડી, ચક્ર અને તેનું ફરવું એ વિગેરે સહકારી કારણે છે, તે જ પ્રકારે મોક્ષના સાધનમાં તથાભવ્યતા વિગેરે સહકારી કારણે છે. ૧૪પ. હવે બે લેકે કરીને ઉપસંહાર કરે છે. ज्ञानदर्शनचारित्राण्युपायास्तद्भवक्षये। एतन्निषेधकं वाक्यं त्याज्यं मिथ्यात्ववृद्धिकृत् ॥१४६ ॥ મૂલાર્થ–તેથી કરીને સંસારના નાશને વિષે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ઉપાય છે. માટે તેને નિષેધ કરનારું વાક્ય મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર હોવાથી તજવા લાયક છે. ૧૪૬. - ટીકાર્થ–તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુએ કરીને ભવના ક્ષયને વિષે એટલે સંસાર થકી તરવાને વિષે ત્રણ રતની સંજ્ઞાવડે પ્રસિદ્ધ એવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ ઉપાય છે. માટે મિથ્યાત્વની એટલે કુમતની વૃદ્ધિ કરનારું એ મેક્ષના ઉપાયને નિષેધ કરનારું વાક્ય તજવા લાયક છે. ૧૪. मिथ्यात्वस्य पदान्येतान्युत्सृज्योत्तमधीधनः । भावयेत्प्रातिलोम्येन सम्यक्त्वस्य पदानि षट् ॥ १४७ ॥ મૂલાર્થ–ઉત્તમ બુદ્ધિરૂપી ધનવાળા પુરૂષે આ મિથ્યાત્વના સ્થાનોને તજીને તેથી ઉલટાપણે સમ્યક્ત્વના છ સ્થાનની ભાવના કરવી. ૧૪૭, ૩૨ Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy