SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ રરર અધ્યાત્મસાર ભાષાંતર. ચતુર્થનહીં. તથા અકૃતની પ્રાપ્તિ એટલે ભેજન, ચેરી વિગેરે નહી કરેલા કર્મની પ્રાપ્તિ થશે. કેમકે યિા કરતી વખતે ફળ ભેગવનારની ઉત્પત્તિ થઈ નથી, માટે તે પાછળથી ઉત્પન્ન થયેલે ભોક્તા પિતે નહીં કરેલા કમનું ફળ ભેગવનાર થશે. ૯૨. આ પ્રમાણે સાંભળીને તે બદ્ધ જવાબ આપે છે કે-“નિરંતર સદશ એવા અપર અપર (બીજા બીજા) જ્ઞાનક્ષણની ઉત્પત્તિરૂપ પરંપરાને વિષે વાસનાને સંકેમ થાય છે, માટે સર્વ અમારૂં કહેલું. ઠીક જ છે. તેમાં કાંઈ પણ પૂર્વોક્ત દેશને અવકાશ રહેતું નથી.” આવી આશંકાને દૂર કરવા કહે છે – . ક્યાન્વથામવારના મિશ્ચ ના વાર્ય હિ માવાના સર્વત્રાતિમિતા ૧૩ . ' મલાઈ–એક (આત્મારૂપ) દ્રવ્યને અન્વય નહીં હોવાથી વાસનાને સંક્રમ થશે નહીં. કારણ કે પદાર્થોનું પૂર્વાપરપણું સર્વત્ર અતિપ્રસતિ વાળું છે. ૯૩. ટીકાળું–હે વિદ્વાન! એક મુખ્ય દ્રવ્યના એટલે સકલ ગુણ અને પર્યાયના આધાર રૂપ છવદ્રવ્યના સંબંધના અભાવને લીધે વાસનાને સંક્રમ એટલે અપર અપર ક્ષણમાં ઉત્પન્ન થયેલા જ્ઞાનનો પૂર્વ પૂર્વ ક્ષણે અનુભવેલા પદાર્થોની સ્મૃતિના કારણે રૂપ સંસ્કારને સંક્રમ એટલે ઉત્તરોત્તર જ્ઞાનના ક્ષણોમાં તેની પ્રાપ્તિ થશે નહીં. વાસનાને સંક્રમ એક જ આત્માના સંબંધમાં થઈ શકે છે. કારણ કે પદાર્થોનું એટલે વાસનાદિક વસ્તુઓનું પૂર્વાપરપણું એટલે પ્રથમ અનુભવેલું અને પછી અનુભવવાનું, એ બે સર્વત્ર અતિ પ્રસક્તિ વાળું છે, એટલે સર્વ દેશ કાળને વિષે અત્યંત આસક્તિ-અત્યંત સંબંધપણું જેમાં રહેલું છે એવું તે વાસનાના સંક્રમનું સ્મરણ થાય છે, ભાવાર્થ એ છે કે પૂર્વ ક્ષણ અને ઉત્તર ક્ષણ એ બેને કઈ જાતને સંબંધ છે નહીં. કેમકે પૂર્વ ક્ષણ તે નષ્ટ થયે, અને ઉત્તર ક્ષણ તે ઉત્પન્ન જ થયો નથી. તેથી કેને વિષે વાસના સંક્રમ યુક્ત થાય? જ્યાં પરસ્પર બે વસ્તુને સ્પર્શ થતું હોય, ત્યાં જ વાસનાને સંકેમ થઈ શકે છે. જેમ એક પુષ્પના ઢગલામાં ક્ષણે ક્ષણે બીજા બીજા તલ નાંખીએ, અને નાખ્યા પછી તરત જ પ્રતિ ક્ષણે પ્રથમનાં તલે લઈ લઈએ, તે પુષ્પની ગંધને સંગમ તે તલમાં થશે નહીં. તેજ પ્રમાણે દરેક ક્ષણે ઉત્પન્ન થયેલા અપર અપર (બીજા બીજા) જ્ઞાનરૂપ ક્ષણે જીવ રૂપી આધાર Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy