SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ ] મનશુદ્ધિ અધિકાર (ચૈતન્ય) ને વિષે વિલાસવાળું થઈને પણ નિશ્ચય સ્વભાવને લીધે બીજું કાંઈ પણ ગ્રહણ કરતું નથી. કેમકે ક્ષણવાર અસંગ થયેલું અને ઉદય પામેલી નિસર્ગ બુદ્ધિવડે જેનું બહિર્મુખ જ્ઞાન નાશ પામ્યું છે, એવું ચિત્ત (આ નિશ્ચય કલ્પનાનેવિશે ) કહેલું છે. ૧૧૫. ટીકાર્થ તેથી કરીને–તરંગ રહિતપણું પામવાથી હમણું પણ નિશ્ચયની પ્રાપ્તિને સમયે પણ આ યોગીનું મન ચૈતન્યરૂપ નિયત વસ્તુને વિષે રમણ સ્વભાવવાળું થઈને નિશ્ચય સ્વભાવને લીધે બીજાવ્યવહારિક વિકલ્પ-રાગાદિકને ગ્રહણ કરતું નથી. કેમકે માત્ર ક્ષણદિક કાળસુધી અસંગ-આલંબન રહિત એવું (છતું) અને ઉદય પામેલી નિસર્ગ–માત્ર સ્વભાવને ગ્રહણ કરનારી બુદ્ધિવડે જેનું બહિર્મુખ જ્ઞાન નષ્ટ થયું છે એવું ચિત્ત આ નિશ્ચય કલ્પનાને વિષે કહેલું છે. ૧૧૫. હવે બે લેકવડે પ્રબન્ધને ઉપસંહાર કરે છે– कृतकषायजयः सगभीरिम प्रकृतिशान्तमुदात्तमुदारधीः । स्वमनुगृह्य मनोऽनुभवत्यहो गलितमोहतमः परमं महः ॥११६॥ મૂલાર્થઅહે! ક્રોધાદિક કાને જય કરનાર ઉદાર બુદ્ધિ વાળો મનુષ્ય પોતાના ચિત્તને અનુકૂળ કરીને ગંભીરતાવાળું, પ્રકૃતિથી જ શાંત, ઉદાત્ત અને જેમાંથી મોહરૂપી અંધકાર નષ્ટ થયું છે એવું પરમ તિમય જે આત્મસ્વરૂપ તેને અનુભવે છે. ૧૧૬. ટીકા ઉદાર એટલે વિકાર રહિત હોવાથી પ્રશસ્ત બુદ્ધિવાળે પુરૂષ ક્રોધાદિક કષાયને પરાભવ કરીને પિતાના ચિત્તને આત્મસ્વરૂપને અનુકૂળ કરીને અહો ! ગંભીરતાવાળું–અત્યંત અગાધ, સ્વભાવથી જ શાન્ત-સ્થાયિભાવને પામેલું અર્થાત સંતાપ વર્જિત, ઉદાર, અતિ પ્રધાન તથા જેને મેહરૂપી અલ્પકાર એટલે મેહનીય કર્મથી ઉત્પન્ન થયેલ અજ્ઞાનરૂપી અલ્પકાર સર્વથા નષ્ટ થયે છે એવું સર્વોત્કૃષ્ટ તેજ-તિરૂપ જે આત્મસ્વરૂપ તેને અનુભવે છે-સાક્ષાત્ જુએ છે. ૧૧૬. गलितदुष्टविकल्पपरंपरं धृतविशुद्धि मनो भवतीदृशम् । । धृतिमुपेत्य ततश्च महामति समधिगच्छति शुभ्रयशः श्रियम् ॥ મૂલાર્થ–જેમાંથી દુષ્ટ વિકલ્પની પરંપરા નાશ પામી છે તથા જેણે વિશુદ્ધિને ધારણ કરી છે એવું મન ઉપર કહ્યું છે તેવા પ્રકારનું થાય છે, અને તેથી કરીને મહા બુદ્ધિમાન પેશી બૈર્યને પામીને ઉજવળ યશલમી (મોક્ષ) ને મેળવે છે. ૧૧૭. Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy