SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ.] મનશુદ્ધિ અધિકાર, ૧૫૯ મનરૂપી અશ્વ સંયમની સ્થિરતારૂપી ભૂમિને ખેદે છે, તે બતાવે છે– सततकुट्टितसंयमभूतलोत्थितरजोनिकरैः प्रथयंस्तमः। अतिदृद्वैश्च मनस्तुरगो गुणैरपि नियंत्रित एष न तिष्ठति ॥१०॥ મૂલાર્થ-નિરંતર પિતાના પગ વડે બુંદેલી સંયમરૂપી પૃથ્વીથી ઉડેલા ધૂળના સમૂહવડે અંધકારને વિસ્તાર આ મનરૂપી અશ્વ અત્યંત મજબૂત ગુણે (દેરડા)વડે બાંધ્યા છતાં પણ સ્થિર રહેતો નથી. ૧૦૦. ટીકાર્થ–હે પ્રાણું ! આ-અનુભવથી પ્રત્યક્ષ જ|તો એ મનરૂપી અશ્વ અત્યંત પ્રબલ ગુણવડે-જ્ઞાનાદિક (૨૫) દોરડાવડે બાંધ્યા છતાં પણ સ્થિર રહેતું નથી. તે (મનરૂપી અશ્વ) શું કરે છે? તે કહે છે.–નિરંતર ચપળ સ્વભાવપણાને લીધે પિતાના ચરણના પ્રહારથી જર્જરિત કરેલા સંયમરૂપી ભૂતલથી-સત્તર પ્રકારના ચારિત્રરૂપી પુરૂષના નિવાસસ્થાનભૂત સ્થપૃથ્વીથી ઉત્પન્ન થયેલા (ઉડેલા) કર્મરૂપી ધૂળના રસમૂહેવડે તમને એટલે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા પાપ રૂપી અંધકારને ચોતરફ વિસ્તાર કરતા જ રહે છે. કેમકે તે (મનરૂપી અશ્વ) દુર્દમ છે-કેઈથી દમન કરી શકાય તેવું નથી. ૧૦૦. મન દુખે કરીને રોકી શકાય એવા પવન જેવું છે, તે કહે છે– जिनवचोधनसारमलिम्लुचः कुसुमसायकपावकदीपकः। अहह कोऽपि मनःपवनोबली शुभमतिद्रुमसंततिभंगकृत् ॥१०॥ મૂલાર્થ—અહો! આ મનરૂપી વાયુ અપૂર્વ-અત્યંત બળવાન છે, કેમકે તે જિનેશ્વરના વચનરૂપી ઘનસારનું હરણ કરે છે, કામાગ્નિને પ્રજ્વલિત કરે છે, અને શુભ મતિરૂપ વૃક્ષસમૂહને ભાંગી નાખે છે. ૧૦૧. - ટીકાર્થ–અહે! હે આત્મા! આ સર્વને અનુભવની પ્રત્યક્ષે રહેલે મનરૂપી પવન એટલે સર્વત્ર અખલિત ગતિવાળે મનરૂપી વાયુ અપૂર્વ-અત્યંત બળવાન છે. કેમકે તે (મનરૂપી વાયુ) જિનેશ્વરના વચન-સિદ્ધાન્તરૂપી ઘનસારને-વિશેષ પરમાર્થના સારવાળા કપૂરના સમૂહને ચોર છે, એટલે તેના ઉપયોગનું હરણ કરવાથી તસ્કરરૂપ છે. તથા જેને પુપરૂપી બાણુ છે એવા કામદેવરૂપી અગ્નિને પ્રજ્વલિત કરે છે, એટલે કામવિકારની વૃદ્ધિ કરનાર હોવાથી કામેદીપક છે. તથા શુભ-ધર્મના મંગળવાળી બુદ્ધિ રૂપ ઇચ્છિત કલ્યાણના ફળને આપનાર સુરતરૂ (કલ્પવૃક્ષ) ના સમૂહને ઉખેડી નાંખે છે. આ પ્રમાણે વશ ન કરેલો મનરૂપી વાયુ અનેક અનર્થોને કરે છે. ૧૦૧. Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy