SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ અધ્યાત્મસાર ભાષાંતર. [ તૃતીયટીકા–અગ્ય એટલે અસંગત-યુતિરહિતનું કારણ હેતુ કરવાથી અત્યંત ઉન્માર્ગ-મુક્તિમાર્ગને ઉલ્લંઘન કરીને જવું તે એટલે કમાર્ગ, તેનું ઉત્થાપન-જાગ્રત કરવું કર્યું અર્થાત શાંત પડેલા ઉન્માર્ગનું ઉભાવન કર્યું તેને પ્રગટ કર્યો એમ જાણવું. શ્રીહરિભદ્ર સૂરિએ કરેલા વીશપ્રકરણવાળા વિશિકા નામના શાસ્ત્રમાં કહેલી વીશીને જાણ નારાઓએ આ કહેલા તત્ત્વને-પરમાર્થને સારી રીતે વિચારવું. ૯૪, હવે ઉપદેશપૂર્વક આ સદનુષ્ઠાન અધિકારને ઉપસંહાર કરે છે– त्रिधा तत्सदनुष्ठानमादेयं शुद्धचेतसा। ज्ञात्वा समयसद्भावं लोकसंज्ञां विहाय च ॥ ९५ ॥ મૂલાથે–શુદ્ધ ચિત્તવાળાએ શાસ્ત્રના પરમાર્થને જાણુને તથા લેખસંસાને ત્યાગ કરીને આ પૂર્વે કહેલું સદનુષ્ઠાન ત્રણ પ્રકારે ગ્રહણ કરવું. ૮૫, કાળું–જેની ચિત્તવૃત્તિ શુદ્ધ-રાગાદિક કલંક રહિત છે એવા પુરૂષે આ પૂર્વે કહેલું સદનુષ્ઠાન એટલે પ્રશસ્ત આગમમાં કહેલા સિદ્ધિના સાધનરૂપ કિયા, તેને જિનાગમના પરમાર્થને જાણીને તથા લેકસંસાને ત્યાગ કરીને એટલે શાસ્ત્ર અને ગુરૂના વચન અનુસાર લેકવ્યવહારમાંથી સારગ્રાહીપણાના જ્ઞાનની નિરપેક્ષતાનો ત્યાગ કરીને કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણ પ્રકારે ગ્રહણ કરવી-આદધી. ૯૫. | કૃતિ સનુનાધિકાર છે મનની શુદ્ધતાપૂર્વક જ સદનુષ્ઠાન થઈ શકે છે, માટે મનશુદ્ધિને અધિકાર કહે છે – उचितमाचरणं शुभमिच्छतां प्रथमतो मनसः खलु शोधनम् । गदवतामकृते मलशोधने कमुपयोगमुपैतु रसायनम् ॥९६॥ ભૂલાઈ–શુભને ઈચ્છનાર પુરૂએ પ્રથમ ચિત્તને શુદ્ધ કરવું એ ઉચિત આચરણ છે, કેમકે રોગી મનુષ્યના મળની શુદ્ધિ કર્યા વિના જે તેને રસાયણ આપ્યું હોય તે તે શા ઉપયોગને પામે? એને શું ઉપયેગી થાય? કાંઈજ ન થાય. ૯૬. ટીકાર્યું–શુભ એટલે આત્માનું સદ્ધર્મરૂપ મંગળ અથવા સદ્રગતિ વિગેરેને ઇચ્છનાર પુરૂષોએ અવશ્ય કરીને પ્રથમ-મુખ્યરીતે અથવા પહેલાં જ ચિત્તની વૃત્તિનું શેધન કરવું એટલે સ્થિરતાની પ્રાપ્તિવડે તથા અશુભ વિકલ્પના ત્યાગવડે ચિત્તની નિર્મળતા કરવી, Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy