SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ( $ ) નથી. મૂળ ગ્રંથ ટીકાસમેત મારા વડીલ બંધુ ત્રિભુવનદાસ ભાણજીની જ આર્થિક સહાયવડે છપાવીને જૂદા પ્રકટ કરવામાં આવેલ છે. પરમઉપકારી પન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજ સંવત ૧૯૬૮ ના પોસ વદ ૮ મે સ્વર્ગવાસી થયા છે અને ભાઈ ત્રિભુવનદાસ સંવત ૧૯૬૫ ના શ્રાવણ શુદિ ૩ જે પંચત્વ પામ્યા છે. એ બંન્નેના ફોટા ઉપયોગી જાવાથી આ બુકના પ્રારંભના ભાગમાં આપેલા છે. મહાત્મા શ્રી ગંભીરવિજયજી મહારાજનો, તેમના ગુરૂ શાંતમૂર્તિ શ્રીમાન્ વૃદ્ધિચંદજી મહારાજનો અને તેમના ગુરૂ શ્રી ટેરાયજી મહારાજના સર્વ પરિવારનો શ્રી ભાવનગરના સંઘઉપર અત્યંત ઉપકાર છે, તે ઉપકારને સ્મરણમાં લાવતાં પરમ આહ્લાદ ઉત્પન્ન થાય છે. પૂજ્ય શ્રી ગંભીરવિજયજી મહારાજનો અમારા ઉપર અત્યંત ઉપકાર હોવાથી તેમની આ ઉત્તમ કૃતિ કે જે અનેક ભવ્ય જીવોને અવશ્ય પરમ લાભકારક થાય તેવી છે તે પ્રકટ કરવાની તેમની અભિલાષા થઈ એટલે મારા વડીલ બંધુનું નામ તેની સાથે જોડી આ ગ્રંથ પ્રકટ કરાવેલ છે. આ ગ્રંથના કર્તા મહાત્મા શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે અનેક વિષય ઉપર અનેક ગ્રંથો રચીને જૈન સમાજ ઉપર જ નહીં પણ સર્વ ભવ્યાત્માઓ ઉપર પારાવાર ઉપકાર કરેલો છે. તેમનું મળી શકયું તેટલું ચરિત્ર અને એ મહાત્માએ અનાવેલા ગ્રંથોનું લભ્ય અલભ્ય વિભાગ સૂચક લીસ્ટ, શ્રી જૈનધર્મપ્રસારક સભા તરફથી જ એ મહાત્માની ઉત્તમ કૃતિઓ પૈકીના દશ ગ્રંથોનો સંગ્રહ શ્રી યોાવિજય ગ્રંથમાળાના નામથી બહાર પાડવામાં આવેલ છે તેના પ્રારંભના ભાગમાં આપેલ છે તેથી અન્ન તેનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. ટીકાકાર શ્રી ગંભીરવિજયજી મહારાજે આ ટીકા બનાવ્યા અગાઉ ખીજી એ ટીકાઓ શ્રી જ્ઞાનસાર અને શાંત સુધારસ ગ્રંથ ઉપર ત્રણ ત્રણ હજાર શ્લોક પ્રમાણ અનાવેલી છે તે તથા નયકણિકા નામના પ્રકરણ ઉપર નાની ટીકા બનાવી છે તે પણ છપાયેલ છે. તદુપરાંત ગુજરાતી ભાષામાં પૂજાઓ અને સ્તવનાદિ પણ પુષ્કળ રચેલાં છે, તે પણ મહોળે ભાગે છપાયેલાં છે. એક ગદ્ય લેખ તત્વ વાર્તા નામનો લખેલ છે તે પણ શ્રી જૈનધર્મપ્રસારક સભાએ છપાયેલ છે. આ ટીકાકાર મહાપુરૂષે પોતાની જીંદગીનો બહોળો ભાગ જ્ઞાનખ્યાનમાં અને ક્રિયા કલાપમાં જ વ્યતીત કરેલો છે. તેમની આત્મહિત તરફની વૃત્તિ અત્યંત શ્લાઘનીય હતી. તેમનો ઉપકાર પણ અપરિમિત કહી શકાય તેમ છે. એવા મહાત્માઓ જ જૈનશાસનના શ્રૃંગારભૂત ગણાવા યોગ્ય છે, Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy