SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વેરાગ્યની સઝાય ચરૂ કડાઈઆ અતિ ઘણા બીજાનું નહિ લખું ખોખરી હાંડી એના કરમની તે તે આગળ દેખું... કેના છોરૂ ને કોના વાછરૂ કોના માય ને બાપ અંતકાળે જાવું જીવને એકલું સાથે પુય ને પાપ... સગી રે નારી એની કામિની ઉભી ટગમગ જુએ તેનું પણ કાંઈ ચાલે નહીં બેઠી ધ્રુસકે રૂવે.. હાલાં તે વહાલાં શું કરે વહાલાં વળાવી વળશે હાલાં તે વનકેરાં લાકડાં તે તો સાથે જ બળશે... ૭ નહીં વ્યાપે નહિં તુંબડી નથી તરવાને આરે ઉદયરતન મુનિ ઈમ ભણે મને ભવજલ તારે (પ્રભુજી! પાર ઉતાર), ૮ [૨૧૯૭] આવ્યો ત્યારે મૂઠી વાળી જાતી વેળાએ ખાલી રે જાતી વેળાએ ખાલી રે વડા! તું સમય (જનમ) સુધાર રે બહુ ફાલ્યો બહુ ફુક્યા રે જીવડા ! અંતેશે બાળી રે... અંતે છવડા ! જનમe ઉંહ ઉંહાં તું તે કરતો જનમતાં તે વારે રે સઘળું તે તે રહી ગયું રે પ્રભુને દરબારે રે.. પ્રભુને , ૨ જમ્યો ત્યારે સાકર વહેચી હરખ હદયે ન માય રે જતી વેળા રોવા લાગ્યા કરે હાય હાય રે, કરે હાય છે ? આવ્યો ત્યારે પહેરવાના ખાવાના અપાર રે જાતીવેળા તારૂં બધું લુંટી-ઝુંટી લેવાય રે લુંટી , આવ્યો ત્યારે પારણુમાં ઝુલાવે અપાર રે જાતી વેળા વાંસ લાવશે સાડા ત્રણ હાથ રે સાડા , ૫ જીવવું ટુંકુ જગતમાં આશા બહુ બંધાય (લંબાય) રે રાત થેડી ને વેષ છે ઝાઝા વખત વહી વહી જાય રે..વખત, ૬ ખાશે તે તે ધરાશે ને બાકી ભૂખ્યા જાશે રે માટે ભલેને પ્રભુ તું બેડો પાર જ થાય રે. બેડો , ૭ મોહ માયા છોડી તું ભજ લે નિરાગી પ્રભુ આજ રે ધમ કેરો સંગ કરીને છોડી દે તું કાજ રે.છોડી દે , ૮ મારૂં તારૂં છોડી દે ને કરી લે ભલાઈ રે ઉદયરતન કહે ભલા ભાઈ સાધી લે તું કાજ રે સાધી લે ,, ૯
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy