SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ચારૂપતીર્થમાં ગુરુદેવ સંગ્રહીત સઝાયમાતાની અનુક્રમણિકા અને શુદ્ધિપત્રક કરતી વખતે વિષયવાર અકારાદિકમે સજઝાય સંગ્રહ કરવાનો મને વિચાર સફર્યો અને ત્યારથી બીજા બધા આર્થિક લાભના કામે પડતા મૂકીને અપૂર્વ હેશ અને ઉત્સાહથી સજઝાયો એકત્ર કરવા માંડયા, પણ કવિએ જીવનરૂપી ગાડીના સિગ્નલરૂપે અહિ છેલી સઝાયમાં-બહેશીડા ભાઈ ! હેશ ન કરજે મેટી' એમ કહીને સૌને ચેતવ્યા છે. જયાં ન પહેચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહુચે અનુભવી જ્ઞાનીઓની વાત ઘણી ગૂઢ હોય છે. પ્રેસ આદિની અનેક તકલીફ હસતે મહેઓ વેઠવા છતાં “અતિલોભ તે પાપનું મૂળ” ઘણું જીવોને આ વાત સમજાતી જ નથી. બેય ભાગ પૂર્ણ થયા પછી મારે બેય આંખે મોતીયો ઉતરાવવાના સંગે ઉભા થયા. ત્રીજા-ચોથા ભાગનું કામ ઉપરોક્ત કારણે બીજા પ્રેસમાં ચાલુ કરવું પડયું અને શરૂમાં જેવી હેશ હતી તેવી તે ઠેઠ સુધી જળવાઈ નહિ, પણ શાસનદેવની કૃપાથી હેમખેમ પાર ઉતરી સઝાયાદિ સંગ્રહના આ ચારેય ભાગ જૈનસમાજ સમક્ષ મૂકતાં રહી ગયેલી ગુટીએ બદલ સંકોચ અને દુઃખની સાથે વિસ્તૃત સંગ્રહ છપાઈ ગયાને આનંદ અનુભવું છું. આદર મળે કે ના મળે અમને કશી પરવા નથી, ત્યમ ફળ મળે કે ના મળે તે જાણવા ઇચછા નથી, કર્તવ્ય કરવા જન્મ આ દુર્લભ મનુષ્ય દેહ મેળવી, સણમુક્ત વિશ્વ થકી થવા કર્તવ્ય કરવું છે સહી. ત્રીજ-ચાંથા ભાગ માટે મને યોગ્ય ભાવે કાગળા આપવા પ્રેરણા કરનાર કુમાર પ્રકાશનવાળા શ્રી પંકજભાઈ તથા શેઠશ્રી પોતે વણવ હેવા છતાં ધર્મલાભ લેનારને મારા હાર્દિક અભિનંદન સહ પ્રણામ પ્રેસમાલિક શ્રી જયંતિભાઈ તથા શ્રી ગોવિંદભાઈ પટેલ એ બેઉએ શાથી અંત સુધી મને જે સમતા આપી છે તેમને તથા શ્રી અશોકભાઈ અને શ્રી પ્રમોદભાઈ ઝા (પંડિતજી)ની લાગણી માટે હું ઘરે જ ઋણી છું. જે પ્રામાણિકતા, સત્યનિષ્ઠતા અને પરોપકારવૃત્તિના ગુણ શાસ્ત્રોમાં ગાયા છે તે માટે મને આ કલિયુગમાં વિશ્વાસ ઉપજાવી અપાર સહાયતા કરનાર ૪, મિત્રમંડલ સોસાઈટી, ઉસમાનપુરાવાળા શ્રી પ્રવીણભાઈ શંકરલાલ પટેલ તથા અ.સૌ. શ્રી હંસાબેનને મારા શતશઃ અભિનંદન.
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy