SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮૪ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ મરણથતાં પ્રાણી ચલે એકલે તે પરદેશ કમ સાથે સંચીને રંક કે હેય નરેશ , ભોગવતાં વસુધા સવિજી કહેવાયું નૃપ નાથ બ્રહ્મદત્ત ચકી ચલ્યાજી વધા ન આવી સાથ... ધન ભોગવવા આવતાં સ્વજનાદિ પરિવાર સંકટ સમયે વેગળાજ ભાગ ન કોઈ લેનાર... ચૌદ રત્ન નવનિધિ ધરેજી પટખંડ રાજય ઉદાર મઠ સહસ તે સુંદરજી સબલ સૈન્ય જસ સાર આખિર ચાલ્યા એકલાજી રામ-રાવણ કઈ રાય પરભવ સંબલ સંચીયેજી એકલ ધર્મ સહાય.. વલયતણું દષ્ટાંતથીજી બૂઝ મિથિલા રાય કુલદીપ ગુરૂ સંગથી દેવ દિલે હરખાય. પ. અન્યત્વ ભાવના ઢાળ [૧૬] દૂહા મમતાથી મારું ગણે તારું નહિં જગ કાયા તું એકલડો છવડો હૈયે વિચારી જય. ન્યારે તું સર્વે થકી ન્યારા તુંથી સર્વ જ્ઞાની વચન ન મન ધરે વૃથા કરે ઉર ગર્વ... પાંચમી ભાવના ભાવો ભવિયાં અન્યપણે અવધારો તું નહિ કેહને કઈ નહિં તારે શાને ઉપાડે ભાર ર,જીવડા ! ધરીએ ધમ વિચાર જેમ મુસાફર મારગે મલીયા બે ઘડી સાથ નિવાસ પ્રહ સમય ઉઠીને ચાલે ત્યાં શી કરવી આશ રે.. મતલબ સાધવા પાસે આવે ગરજ મિટે જાય ભાગી વારથે કારમો નેહ બતાવે તેમાં થાયે તું રાગી રે, ચલણીએ નિજસતને હણવા લાક્ષાગેડ બનાવે સ્વારથની બાજીથી રમતાં કઈ ખોવે કઈ પાવે રે. કોરવ પાંડવ યુદ્ધ મચાવે કુલને ડાધ લગાવે તાત શ્રેણીકને પંજરે પૂર્વે કાણિક દ્રોહ ધરાવે છે.... , ૫ એહ ભાવના રંગે રમતાં ગોયમ મરૂદેવી માતા કેવલજ્ઞાન પ્રભા પ્રગટાવે થયા જગત વિખ્યાતા રે... આપ સ્વારથી કુટુંબ કબીલો મૂરખ મેહ વધારે વિવિધ કલેશ શિર ઉપર પડતાં પરમારથ ન વિચાર રે...
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy