________________
પર્યુષણના વ્યાખ્યાનની કાયા-જ્ઞાન વિમલકત નવમા સુસ્થિત સુપ્રતિબહા દેય આચારજ જાણે છે કડીવાર સૂરિમંત્ર જગ્યાથી કોટિ બિરૂદ ધરાણેજી આઠ પાટ લગે બિરૂદ નિગ્રંથનું હવે દશમા ઈંદ્ર દિનાજી એકાદશમી દશ પૂર્વધર
સુરિશ્રી વળી દિના. બારસમા શ્રી સિંહગિરીશ્વર તેરમા શ્રી વયર સ્વામીજી અંતિમ એ દશ પૂર્વધારી લબ્ધિ અનેક જેણે પામીજી નભોગામિની વક્રિક્રિયા
શાસન ભાસન કારીજી પ્રવચન રચના જેણે સમારી અતિશય ગુણના ભારી.... વજન તસ પાટે ચાદમાં જેણે પારા નયરેજી કહી સુરાલ ચઉ સુત વ્યવહારી વિષભક્ષણ છ વારેજી દિકખ દઈને ભવજલ તાર્યા ચાર આચારજ થાયાજી એકેકાના એકવીસ એકવીસ તસ ચોરાસીગછ થાયા.... ચંદસૂરિ પન્નરમે પાટે
ચંદ્રગર બિરૂદ એ બીજુછ સામંતભદ્ર સોળમા વનવાસી બિરૂદ થયું એ ત્રીજુંજી -વૃદ્ધ સૂરિ સત્તરમા
અઢારમા પ્રદ્યતન સુરિજી માનદેવ ઓગણીસમા જાણે શાંતિ કરી જેણે ભૂરિજી... માનતુંગ સૂરિ વળી એકવીસમા જાણે અભિગ્રહ વ્રત જેણે દીધુંજી જયાનંદસૂરિ બાવીસમા
દેવાનંદ ત્રેવીસાજી ગ્રેવીસમા શ્રી વિક્રમ સૂરિ શ્રી નરસિંહ પચવીસાજી.. સમુદ્રસુરિ છવીસ સગવીસ વળી સૂરિ શ્રી માનદેવાજી વિબુધ પ્રભસૂરિ અઠવીસા જયાનંદ ઉણત્રીસાજી રવિપ્રભસૂરિથયા વળી ત્રીસા યશદેવ એકત્રીસાજી શ્રી પ્રદ્યોતનસુરિ બત્રીસમાં માનદેવ તેત્રીસમાજ... વિમલચંદ સૂરિ ચલતીસા ઉદ્યોતન પાંત્રીસાજી સર્વ દેવ સૂરિ છત્રીસમા દેવસૂરિ સડત્રીસાજી વળી સર્વ દેવ સુરિ અડત્રીસમાં વડગજી બિરૂદ ધરાવ્યું છે ઓગણચાલીસમા યશોભદ્રસૂરિ રૈવતતીર્થ શોભાવ્યું... નેમિચંદ મુનિચંદ મુનીશ્વર ચાલીસમી પાટે દે ભાયાજી અજિત દેવસૂરિ એકતાલીસમા જિનવર ચારિત્ર રચાયાજી વિજયસિંહ બેતાલીસ પાટે સોમપ્રભ મણિરયણજી દેય આચારજ સેંતાલીસમા રચિત સિંદુર પ્રકરણાજી....
૧૧