SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ attendance લેવી-ચેક કરવી, Exam-Test જેમને લેવાની બાકી હોય તેમને E-mail થી જાણ કરવી, Exam Papers તપાસવા, Flip-chart માં આકર્ષક ચિત્રો જરૂર પડે ત્યાં મૂકવા, સ્વાધ્યાયના વિષય ઉપર અન્ય ધાર્મિક સાહિત્ય ઘરની લાયબ્રેરીમાંથી શોધીને આપવું તેમજ ક્લાસ શરૂ થાય તેના ૧ કલાક પહેલા પહોંચી જવું જેથી Retest લેવાનો હોય તેને આપી શકાય. આ બધી જવાબદારીમાંથી હું મુક્ત અને નિશ્ચિત હતો. પ્રવિણાનો ઘણો આભાર. આ પુસ્તક વિષે અભિપ્રાય, શુભેચ્છા અને આશીર્વાદ લખીને આપવા માટે પૂ. ગુરુદેવ આચાર્યશ્રી પૂજ્ય સોમચંદ્રસૂરિજી, ગુરુદેવ પૂ. આચાર્યશ્રી રાજયશસૂરિજી, ગુરુદેવ પૂજય ધીરજ મુનિ પૂજ્ય બેન મહારાજ (વાચંયમાશ્રીજી), પૂજય ધીરૂભાઈ પંડિતજી, પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, પૂજ્ય રાકેશભાઈ ઝવેરી, પૂજ્ય ચંપકભાઈ મહેતા, પૂ. તરલાબેન દોશી, પૂ. સુનંદાબેન વોહોરા, પૂ. પ્રમોદાબેન ચિત્રભાનુ વગેરેનો હું ઘણો જ આભાર માનું છું. મારા વિદ્યાગુરુ શ્રી ધીરૂભાઈ મહેતા (પંડિતજી)ને હું કેમ ભૂલી શકું ? તેમના ઉપકારનું ઋણ હું આ ભવમાં ચૂકવી શકું તેમ નથી. પંડિતજી પાસેથી મને પ્રશ્નોના સમાધાન જ્યારે જરૂર પડે ત્યારે મળતાં જ રહે છે. રાત્રે ૧૨ વાગે પણ હું ફોન કરું તો પણ શાંતિથી સંતોષ થાય તે રીતે ખુલાસો કરે છે. મારા કોઈ પ્રચંડ પુણ્યનો ઉદય હશે કે મને આવા વિદ્યા-ગુરુ મળ્યા. પંડિતજી પાસે છેલ્લા ૬૦ વર્ષમાં હજારો સાધુ-સાધ્વી અને આચાર્ય ભગવંતો ભણ્યા છે. ગુરુભગવંતોને ઉપયોગી થાય તે માટે દ્રવ્યગુણ પર્યાયનો રાસ, કમ્મપયડી જેવા ઊંચા ગ્રંથો લખ્યા છે. જૈન ધર્મના સિદ્ધાંતો સમજવા ઈચ્છતા શ્રાવકો માટે લગભગ ૩૫ પુસ્તકો લખ્યા છે. પંડિતજી આપણા જૈન સમાજનું ગૌરવ છે. પંડિતજીએ આ ગ્રંથના પ્રત્યેક અધ્યાયનું લખાણ સુધારીને મને જરૂરી સૂચનો કર્યા છે. પંડિતજીનો આભાર વ્યક્ત કરવા માટે મને શબ્દો ઓછા પડે છે. શ્રી ચંપકભાઈ મહેતાએ પણ મને બે અધ્યાયનું શરૂઆતનું મટર સુધારી આપ્યું છે. આવા દળદાર ગ્રંથનું બે ભાગમાં સુંદર બાઈન્ડીગ કરીને સમયસર પ્રકાશન કરવા માટે શ્રી ભરતભાઈ શાહે (Bharat Graphics) ઘણી મહેનત કરી છે અને ગ્રંથની શોભા વધે તે માટે અમુલ્ય સુચનો કર્યા છે. ભરતભાઈ અને તેમના સુપુત્રો તુષાર અને જિનેશ માટે હું કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું. આ રીતે નામી-અનામી અનેક વ્યક્તિઓના સહકારથી આ ગ્રંથ પ્રગટ થઈ રહ્યો છે. ઘણી કાળજી રાખવા છતાં મારી અલ્પજ્ઞતાને લીધે આ ગ્રંથમાં ક્ષતિઓ રહેવાનો સંભવ છે. આવી ક્ષતિઓ તરફ મારું ધ્યાન દોરવા આ ગ્રંથના વાચકોને વિનમ્રભાવે વિનંતી કરું છું. મુદ્રણદોષ, મતિદોષ કે દૃષ્ટિદોષના લીધે જે કંઈ ક્ષતિ રહી હોય તે માટે અંતઃકરણપૂર્વક ત્રિવિધ ત્રિવિધ ક્ષમા માંગું છું. કલિકાલમાં જ્ઞાનપિપાસુઓને, જિજ્ઞાસુઓને અને મુમુક્ષુઓને આ ગ્રંથ થોડો પણ ઉપયોગી નીવડશે તો હું મારો પ્રયત્ન સફળ થયો ગણીશ. સૌ કોઈ આ ગ્રંથના અભ્યાસ દ્વારા આત્મકલ્યાણ પ્રાપ્ત કરે તે ધર્માભિલાષા સાથે વિવેચન પૂર્ણ કરું છું. જય જિનેન્દ્ર, ચંદ્રકાન્ત ભોગીલાલ મહેતા 5, Lucille Drive, Parsipany, New Jersey 07054 (USA) cbmehta 2002@gmail.com
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy