SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ તો મારે નરકમાં જવાનું નક્કી થઈ જશે એ તું નિશ્ચિત સમજી લેજે. શું તું મને નરકમાં મોકલવા માંગે છે ? સંયમ કબ હી મિલે ? આજે મારું જરાક માથું દુઃખે ને તું દુઃખી દુઃખી થઈ જાય છે તો શું તું જ એવું કામ કરીશ જેનાથી અસંખ્ય કાળ સુધી મારા માથાના ચૂરે ચૂરા થતા રહે ? I Suggest you a book Mummy, વેદનાના શિખરે. Please read once. That's the eye visit of the hell. આગમોમાં નરકનો જે ચિતાર આપેલો છે, તે આ બુકમાં આપણી ભાષામાં લખેલો છે. એ વાંચીને તું મને ચોક્કસ કહીશ - Hurry up, Don't get late, જા બેટા, તું તારા આત્માનું કલ્યાણ કર. I Suggest you an another book - યશોધર મુનિ ચરિત્ર. એક માતા પુત્રમોહમાં એવું પગલું લે છે જેનાથી એ માતા ને એ પુત્ર બંનેની ભયાનક દુર્ગતિની પરંપરા થાય છે. દીકરો રાજા છે. એને દીક્ષાની ભાવના થાય છે. માતા અને પત્ની તરફથી એમાં રુકાવટ આવે છે. દીક્ષા લેવામાં ફક્ત બે દિવસનો વિલંબ કરવામાં આવે છે ને દરમિયાન રાજાનું મૃત્યુ થઈ જાય છે. રાજા મરીને મોર બને છે, માતા દીકરાના શોકમાં મરીને કૂતરો થાય છે.
SR No.034141
Book TitleSayam Kab Hi Mile
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy