SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સંયમ કબ હી મિલે? શું આપણો પણ આમાં નંબર નહીં લાગે ? पच्चासण्णो य। Try to look Mummy. It's just here. મોત સાવ જ પાસે છે, એકદમ નજીક. એક જ ક્ષણમાં આપણો ખેલ ખલાસ થઈ શકે છે. શાંતસુધારસ કહે છે – कवलयन्नविरतं जङ्गमाजङ्गमं जगदहो नैव तृप्यति कृतान्तः । मुखगतान् खादतस्तस्य करतलगतै-र्न कथमुपलप्स्यतेऽस्माभिरन्तः ? ॥ યમરાજ સતત જમી રહ્યો છે. એ સતત ત્રસ ને સ્થાવર જીવોના કોળિયા લઈ રહ્યો છે. જે મોઢામાં છે અને એ ચાવી રહ્યો છે ને આપણે એના હાથમાં છીએ. શું એ આપણને નહીં ખાય ? શું આપણા જીવતા રહેવાની કોઈ શક્યતા મમ્મી, God says - गृहीत इव केशेन मृत्युना धर्ममाचरेत् । ધર્મમાં એવી રીતે ઝુકાવો જાણે મોત માથે આવી ગયું હોય, અને આપણા વાળ એના હાથમાં હોય. આ એક એવી સ્થિતિ છે...એક એવી ભાવદશા છે જે આપણા બધાં જ મોહને વેર-વિખેર કરી દેવા સમર્થ છે. મમ્મી, આપણે બધા આપણી–આપણી ધારણાઓમાં ચાલીએ છીએ.
SR No.034141
Book TitleSayam Kab Hi Mile
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy