SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ કબ હી મિલે? ૧ ૧ પપ્પા, શું આપ મને એવા રસ્તે ચલાવવા માંગો છો, કે જે રસ્તે તિર્યંચ અને નરકના આટઆટલા દુઃખો છે. એક ઘર ચલાવવા માટે કેટકેટલી હૈયા હોળીઓ કેટકેટલી હિંસાઓ. કેટકેટલી પાપોની ભરમારો...કેટકેટલી ઉથલપાથલો.. કેટકેટલા રાગ-દ્વેષો...કેટકેટલા કષાયો...કેટકેટલી માથાકૂટો. આખો ભવ આ બધી રામાયણમાં બગાડી દેવાનો અને એના ફળ સ્વરૂપે આવતો ભવ... ના, ભાવિની આખી ભવપરંપરાને ય બગાડી દેવાની. આલોક પણ ગયો...પરલોક પણ ગયો. આલોકમાં દુ:ખી થવું...પાપોના પોટલાઓને ઊપાડવા અને પરલોકમાં અનેકગણા દુઃખી થવું આ જ ગૃહસ્થજીવનનો સાર છે. Kellos 4141, Let's get out of it. उभयलोगसफलं जीवियं શ્રમણજીવનમાં નથી ઘરના કતલખાના. નથી ધંધાની ઉપાધિઓ.. નથી ટેન્શન.. નથી ભય... નથી કોઈની લાચારીઓ...નથી પાપોના પોટલાઓ... ત્યાં તો છે નિર્દોષ અને અહિંસક જીવન. પ્રસન્ન અને મુક્ત જીવન. મમ્મી, કદાચ તું એમ વિચારે, કે દીક્ષા જીવનમાં આપણે છુટ્ટી થવું પડે, પણ હકીકત એનાથી કંઈક જુદી જ છે. સંસારમાં કદાચ આપણે max. ૨૫-૫૦ વર્ષ ભેગાં રહીશું.
SR No.034141
Book TitleSayam Kab Hi Mile
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy