SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ડિલે ઇસ ડેન્જરસ એ આવ્યું...એ આવ્યું... હમણા પ્રભુના દર્શન થશે... હમણા આ આંખો પાવન થશે... બસ, આવી ગયું ઉદ્યાન.. આમાં પ્રભુ ક્યાં હશે ? આ પ્રશ્ન થતાની સાથે નજર સામે ઉઘાનપાલ દેખાય છે... “પધારો મહારાજ પધારો... પ્રભુ આ બાજુ છે...'' મહારાજા બાહુબલિની પાછળ વિરાટ મેદની ચાલી રહી છે. એ લાખો આંખોમાં પ્રભુદર્શનની પ્યાસ તરવરી રહી છે... “પધારો મહારાજ...આ બાજુ... અરે, પ્રભુ સાંજે તો અહીં જ હતા... પ્રભુ ક્યાં જતાં... ઓહ...આ પગલાં પરથી તો એવું લાગે છે, કે પ્રભુએ તો...’’ ઉદ્યાનપાલ જે ન બોલી શક્યો, એ ય મહારાજાને સંભળાઈ ગયું. એ ત્યાં ને ત્યાં ફસડાઈ પડ્યા... ૫
SR No.034129
Book TitleDile is Dangerious
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy